________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્કાલીન પાટનગર વલ્લભીપુરની મુલાકાતે જતાં તે અહીંથી પસાર થયા. હાવા જોઇએ. બારમી સદીમાં આ સ્થળ વટપલ્લી તરીકે જાણીતું હતું. ગામના પ્રાન્ત ભાગેામાં પુરાતન મંદિશના ખંડેરા પડેલાં છે. એ ઉપરથી તે સમયે આ સ્થળ વિશાળ હશે અને પાછળથી તેના વિસ્તાર ઘટી ગયા હશે એમ માનવાને કારણ છે.
સંવત ૧૨૬૪ (સને ૧૨૦૮)ના એક શિલાલેખ જેમાં વદ્યનાથ મહાદેવના મંદિરના મંડપ બાંધવાના ઉલ્લેખ છે તે, (પ્લેટ ૨૪ નં. ૫૫), સંવત ૧૩૨૯ (સને ૧૨૭૩)ના એક ખીજો શિલાલેખ જે અર્જુનદેવના સમયનો છે અને જેમાં મંદિરને જમીન તથા હુકસાઇ આપવા સંબંધીને ઉલ્લેખ છે તે,અને સંવત ૧૨૭૫ (સને ૧૨૧૯)ના શાન્તિનાથના જૈનમંદિરમાં એક મૂર્તિના પત્ર પાસેના શિલાલેખ છે તે વગેરે આ સ્થળની પ્રાચીનતાના પુરાવા રૂપ છે.
વૈદ્યનાથ મહાદેવનું મંદિર, શાંતિનાથ ભગવાનના મંદિરના નીચલા ભાગ, રઘુનાથજી મંદિરની કેટલીક મૂર્તિએ અને સ્તંભા, ગામના પૂર્વભાગમાં આવેલી વાવનાં પર્ણાથયાં ઉપરની માતૃકાએ અને ભગ્નમંદિશના અવશેષરાશિએ એ ભુતકાળનાં સ્મારકા છે.
વડાલીમાં તેમજ સંસ્થાનનાં બીજાં ગામામાં મંદિરના ઘુમ્મટા અને શિખરા મુસલમાનાએ ખંડિત કરી નાખેલાં તેમને ફરીથી ઈંટાના સાદા ચણતર વડે ચણી લેવામાં આવેલા છે.
વડાલી અને તેની ઉત્તર બાજુએ વાવા તથા મંદિરનાં ચણતર માટે વીવાવ અને દંત્રાલ નામના પોચા ગ્રેનાઇટ પત્થરે ને ઉપયાગ કરવામાં આવેલે છે. હિંમતનગરના રેતીઆ પત્થર કરતાં આનું ઘડતર ો કે વધારે મુશ્કેલ છે, પણ તેમાં કોતરણીકામ પુષ્કળ થઇ શકે છે અને તેના પર પાલિશ પણ સારા ચડે છે.
૧૪
For Private and Personal Use Only