________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનગરમાં આક્રમણની આવી અનેક ઉથલપાથલ થઈ છેવાથી શહેરમાં અને ડુંગર ઉપર કેટલાંક જૈન મંદિરો સિવાય પુરાતન અવશેષ બહુ ઓછા જ જોવામાં આવે છે. વજમાતાનું મંદિર, ડુંગરની ઊંચી ટોચ ઉપર બાંધવામાં આવેલું રાવ ભાણની કુપિતા રાણીનું લોકભાષામાં ઓળખાતું “રૂઠી રાણીનું માળિયું, રાવ રણમલની ચેકી, કળનાથ મહાદેવ, લીઈગામની પુરાતન વાવ, ધાંટીની બાજુમાં આશા ડાભીની વાવ, અને ગામમાં ચતુર્ભુજની વાવ એ આ સ્થળનાં પુરાતન સ્થાને છે. ડુંગરની હારની બીજી બાજુએ ગામની આસપાસ એક કેટ છે. આ બધાં સ્થળો ૧૪મી સદીથી પહેલાનાં હેય તેમ લાગતું નથી.
રણમલેશ્વર, પાળેશ્વર અને રાણું તળાવ પણ ૧૪મી સદી કે તે પછીનાં જણાય છે. ડુંગરની પશ્ચિમ બાજુએ “ફાટા તળાવ’ને નામે જાણીતું એક જૂના તળાવ જેવું સ્થાન જણાય છે અને ત્યાં રેતીઆ પત્થરને બદલે ઈટ વાપરેલી જણાય છે.
અહીંનાદિગંબર જૈનેના પુસ્તકાલયમાં કાનડી અને દેવનાગરી લિપિમાં જૂના તાડપત્ર પર લખાએલાં કેટલાંક પુસ્તક છે જે ઉપરથી અહીંના જૈનાચાર્યો અને સાધુઓને છેક દક્ષિણ હિંદ સાથે સંબંધ હશે એમ માનવાને કારણ છે. આમાંના ઘણાંખરાં ધાર્મિક અને કોઈ કોઈ વૈદક સંબંધીનાં પુસ્તક છે.
વડાલી ઈડરથી સાત માઈલ ઉત્તરે આવેલું વડાલી ગામ આ સંસ્થાનમાં ઈડરથી બીજા નંબરનું ગામ છે. ડુંગરે વચ્ચેની ફળદ્રુપ ખીણના સપાટ પ્રદેશમાં તે આવેલું છે. ચીની પ્રવાસી હ્યુએન સંગના ઉલ્લેખ મુજબ ઇસ્વી સનના છઠ્ઠા સૈકામાં એ એક સમૃદ્ધ નગર હતું અને “ઓછાલી' નામથી તેણે એનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાતના
૧૩
For Private and Personal Use Only