Book Title: Hirde me Prabhu Aap
Author(s): Jayant Modh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 11
________________ Jain Education Interna સંશોધન લઈને તૈયાર કરેલા ગ્રંથનો વિમોચન-સમારોહ યોજ્યો હતો. એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી એક ભાઈ આવ્યા. સમાજમાં કેટલાકની આંખોને ન હોય તો પણ કંટક નજરે પડતા હોય છે. એ ભાઈએ આવીને પહેલાં કહ્યું કે આવા કાર્યક્રમની શી જરૂર હતી ? હું અહીં ઉપસ્થિત હતો. મેં કહ્યું, આની જરૂર તો ખરી જ ને! આવું ઉત્તમ પુસ્તક સમાજ તરફ મુકાવું જોઈએ. અત્યાર સુધી જૈન સમાજ એમ જ માને છે કે આપણે ત્યાં બધા વેપારી જ થયા છે. કોઈ સંતો, વિદ્વાનો, કર્મયોગીઓ અને વીરપુરુષો થયા નથી. આ વિષયમાં કેટકેટલાં સંશોધન પછી આ પુસ્તક તૈયાર થયું છે. આ પ્રસંગે હું જરા પુણ્યપ્રકોપ સાથે વાત કરતો હતો, પણ પૂજ્ય આત્માનંદજી એટલા જ સ્વસ્થ હતા. કોઈ જવાબ નહીં. ત્યારે ખ્યાલ આવ્યો કે મનની સ્થિરતા કોને કહેવાય ? જે સ્તુતિ અને નિંદામાં એક સમાન રહે છે. જૈન ડેક્લેરેશન ઑન નેચર' (જૈન ધર્મમાં પર્યાવરણની ઘોષણા) પ્રિન્સ ફિલિપને આપવા ગયા, ત્યારે પૂજ્યશ્રી આત્માનંદજી અમારા સૌના માર્ગદર્શક હતા. એ સમયે એમણે પોતે જે રજૂઆત કરી, તેનો મોટો પ્રભાવ વિદેશના લોકો પર પડ્યો. ખાસ કરીને અંગ્રેજો ૫૨. જીવનના આ બધા કોલાહલ વચ્ચે પણ એકાંત શોધી લેવાની એમની આવડત અદ્ભુત છે. આ ચાલતું હોય છતાં તમે જુઓ તો એમનું મન ક્યાંક કોઈક મસ્તીમાં, કોઈક સમાધિમાં, કોઈક ધ્યાનમાં ડૂબેલું હોય. મોટેભાગે માણસો વાદળો જોતા હોય છે, આકાશ નથી જોઈ શકતા જ્યારે પૂજ્યશ્રીએ આકાશ જોયું. એમણે જ્યારે શ્રીમદ્ ભગવદ્ગીતા અને અધ્યાત્મ પર પ્રવચન આપ્યું ત્યારે મને એમ થયું કે ભારતીય સંસ્કૃતિનાં મૂળ તો આ છે કે જ્યાં દરેક ધર્મ એકબીજાની સાથે રહી, એકબીજાને ઓળખી-જાણીને એમાંથી તત્ત્વ તારવે. એવી વ્યક્તિઓ જોઈ કે જેમના જીવનમાં કાળો ડિબાંગ અંધકાર અને ભયંકર નિરાશા હોય, આજ સુધી જે ભાગીદારી પર વિશ્વાસ રાખી ધંધો ચલાવ્યો હોય એ ભાગીદારો છૂટા થઈ ગયા હોય, જીવનમાં માણસ એકલો ઊભો હોય, નોંધા૨ો થઈ ગયો હોય, ચારે બાજુએ એમ થતું હોય કે બધું જ ખોટું... બધું જ ખોટું ત્યારે એવા માણસનો પૂ. સંતશ્રી આત્માનંદજી સધિયારો બને છે. એને માત્ર ઊભો કરતા નથી, ઊભો કર્યા પછી અધ્યાત્મ-માર્ગમાં એની ગતિ કરાવે છે. આ આત્મચરિત્ર એક અર્થમાં આત્માની ઊર્ધ્વ યાત્રા છે, તો બીજા અર્થમાં હૃદયમાં પ્રભુભક્તિ હોય તો કેવું જીવન આકાર પામે એનો આલેખ છે. આના દ્વારા સામાન્ય માનવી, સાધક કે મુમુક્ષુ સહુ કોઈને પ્રેરણાનાં પીયૂષ પ્રાપ્ત થાય, તેમાં જ આ ગ્રંથરચનાનું સાર્થક્ય છે. - કુમારપાળ દેસાઈ ૧-૧૧-૨૦૦૬ For Private & Personal Use Only www.jain=llbtai.org.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 244