Book Title: Hastprat Vidya ane Agam Sahitya Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith AhmedabadPage 16
________________ ૧. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી ડૉ. નિરંજના વોરા પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો અને જ્ઞાનભંડારોના ઉદ્ધારક શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીનો જન્મ ઈ.સ. ૧૮૯૫ના ઑક્ટોબરની ૨૭મી તારીખે - તિથિ પ્રમાણે વિ. સં. ૧૯૫૨ના કારતક સુદ - પાંચમ - અર્થાત્ જ્ઞાનપંચમીના પર્વદિને ખેડા જિલ્લાના કપડવંજ ગામે થયો હતો. તેમનું જન્મ નામ મણિલાલ. ચાર માસની અતિ અલ્પ વયમાં જ ચોપાસ પ્રસરી ગયેલી આગની જ્વાળાઓની વચ્ચે ઘરમાં પારણે ઝૂલતા મણિલાલ એક વહોરા સજ્જનના સદ્ભાવથી ઊગરી ગયા હતા. જાણે દેવીકૃપાનો જ સંકેત ! ત્યાર બાદ પિતા ડાહ્યાભાઈ અને માતા માણેકબહેન સાથે તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ પણ મુંબઈમાં જ લીધું. મણિલાલની ચૌદ વર્ષની વયે પિતાનું અચાનક અવસાન થયું. માતા માણેકબહેનની દૃઢ થયેલી ધર્મભાવના અસાંર સંસારનો ત્યાગ કરવા પ્રેરી રહી હતી. પણ કિશોરવયના પુત્રની ચિંતા ત્યાગમાર્ગમાં આગળ વધતાં અટકાવતી હતી. દીર્ઘ-દષ્ટિવાળી માતાએ વિચાર્યું, ‘હું સંસારનો ત્યાગ કરું તો, પુત્રને શા માટે સંસારમાં રાખું?’ છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમને દિવસે મણિલાલે, વડોદર્સ પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. માતા માણેકબહેને પણ બે દિવસ પછી શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. તેમનું નામ સાધ્વી શ્રી રત્નશ્રીજી. શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ જ્ઞાનોપાસનાની સાથે જૈન ભંડારોમાં સંગ્રહાયેલા સાહિત્યનું અધ્યયન કરવાના, તેનો ઉદ્ધાર કરવાના એક વિશિષ્ટ ધ્યેયને વરેલા હતા. શ્રી પુણ્યવિજયજી માટે આ ધ્યેય જીવનકાર્ય બની ગયું. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતા કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ Jain Education International ૧ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 218