________________
૧. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી
ડૉ. નિરંજના વોરા
પ્રાચીન ગ્રંથો, હસ્તપ્રતો અને જ્ઞાનભંડારોના ઉદ્ધારક શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીનો જન્મ ઈ.સ. ૧૮૯૫ના ઑક્ટોબરની ૨૭મી તારીખે - તિથિ પ્રમાણે વિ. સં. ૧૯૫૨ના કારતક સુદ - પાંચમ - અર્થાત્ જ્ઞાનપંચમીના પર્વદિને ખેડા જિલ્લાના કપડવંજ ગામે થયો હતો. તેમનું જન્મ નામ મણિલાલ. ચાર માસની અતિ અલ્પ વયમાં જ ચોપાસ પ્રસરી ગયેલી આગની જ્વાળાઓની વચ્ચે ઘરમાં પારણે ઝૂલતા મણિલાલ એક વહોરા સજ્જનના સદ્ભાવથી ઊગરી ગયા હતા. જાણે દેવીકૃપાનો જ સંકેત !
ત્યાર બાદ પિતા ડાહ્યાભાઈ અને માતા માણેકબહેન સાથે તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ પણ મુંબઈમાં જ લીધું. મણિલાલની ચૌદ વર્ષની વયે પિતાનું અચાનક અવસાન થયું. માતા માણેકબહેનની દૃઢ થયેલી ધર્મભાવના અસાંર સંસારનો ત્યાગ કરવા પ્રેરી રહી હતી. પણ કિશોરવયના પુત્રની ચિંતા ત્યાગમાર્ગમાં આગળ વધતાં અટકાવતી હતી. દીર્ઘ-દષ્ટિવાળી માતાએ વિચાર્યું, ‘હું સંસારનો ત્યાગ કરું તો, પુત્રને શા માટે સંસારમાં રાખું?’ છેવટે બંનેએ દીક્ષા લેવાનું નક્કી કર્યું. વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમને દિવસે મણિલાલે, વડોદર્સ પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. માતા માણેકબહેને પણ બે દિવસ પછી શ્રી મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. તેમનું નામ સાધ્વી શ્રી રત્નશ્રીજી.
શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ અને ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ જ્ઞાનોપાસનાની સાથે જૈન ભંડારોમાં સંગ્રહાયેલા સાહિત્યનું અધ્યયન કરવાના, તેનો ઉદ્ધાર કરવાના એક વિશિષ્ટ ધ્યેયને વરેલા હતા. શ્રી પુણ્યવિજયજી માટે આ ધ્યેય જીવનકાર્ય બની ગયું. મહારાજશ્રી પોતાના વિદ્યાભ્યાસની વાત કરતા કહેતા કે કોઈ પણ વિષયનો એકધારો સળંગ
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org