________________
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
અભ્યાસ કરવાનું એમના જીવનમાં બહુ ઓછું બન્યું હતું. મોટે ભાગે વિદ્યાભ્યાસ અને શાસ્ત્રસંશોધનનું કાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. શાસ્ત્રોનું વાંચન અને સંશોધન કરતાં કરતાં નવા વિક્યોનું જ્ઞાન મળતું રહ્યું. એના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને પણ સમજવાની ધીરજ અને તાલાવેલી રહેલાં હતાં.
દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદાગુરુ અને ગુરુની નિશ્રામાં બધા પ્રકરણગ્રંથોના ઊંડાણથી અભ્યાસ કર્યો જાણે શાસ્ત્રીય જ્ઞાનનાં બીજ વવાયાં. ત્યારબાદ ક્રમશ: માગપદેશિકા, સિદ્ધહેમ લઘુવૃત્તિ, હેમલઘુપ્રક્રિયા, ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમારચરિત્ર વગેરેનું પરિશીલન કર્યું. પાળિયાદવાળા પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે લઘુવૃત્તિનો અધૂરો અભ્યાસ પૂરો કર્યો - કાવ્યોનું વાંચન કર્યું. તે સાથે પૂ. દાદાગુરુ અને ગુરુશ્રીની જ્ઞાનોપાસના અને સંશોધનકાર્યના સંસ્કાર પણ દઢ થતા હતા. તે સમય દરમિયાન ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી અને જૈનદર્શનના પ્રકાંડ વિદ્વાન પંડિત સુખલાલજી પાસે કાવ્યાનુશાસન, તિલકમંજરી, તર્કસંગ્રહ અને છંદાનુશાસનનો અભ્યાસ કર્યો. પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે શ્રી પુણ્યવિજ્યજીની જ્ઞાનની સીમાઓ અને આંતરદષ્ટિનો વિકાસ થતો ગયો. આ સમયે તેમણે પ્રાચીન પ્રતોના પાઠાંતરો મેળવવાનું અને શાસ્ત્રીય ગ્રંથોનાં પૂકો તપાસવાનાં કાર્યનો આરંભ કરી દીધો હતો. પંડિતજીના સન્મતિતર્કના સંશોધન અને તત્વાર્થસૂત્રના સંપાદનના કાર્યમાં તેઓ સાથે હતા. બૌદ્ધદર્શનના કેટલાક મુદ્દાઓથી પણ તેમને પરિચિત કર્યા. મહારાજશ્રીએ બૌદ્ધગ્રંથની હેતુબિંદુની નકલ પંડિતજી માટે કરી આપી. પાછળથી હેતુબિંદુ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઑરિએન્ટલ શ્રેણી તરફથી પ્રગટ થયો. તેમણે આ ગ્રંથની કરી આપેલી નકલ એક આદર્શ નકલ ગણાય છે. ત્યારબાદ આવશ્યક હારિભદ્રી ટીકા, ઓઘનિર્યુક્તિ, ગુરુતત્ત્વવિનિશ્ચય, ઓઘનિયુક્તિની દ્રોણાચાર્યની ટીકા, પન્નવણાસૂત્ર વિશેની મલયગિરિ ટીકા અને ભગવતીસૂત્રની અભયદેવસૂરિની ટીકા વગેરેનું પઠન - પાઠન - અધ્યયન કર્યું. આગમસૂત્રોના મહાન ઉદ્ધારક સાગરનંદજી સૂરિજીએ પાટણમાં શરૂ કરેલી આગમોની વાચનાના કાર્યો, એમને આગમોના સંપાદન માટે પ્રેરણા આપી. ભાવનગરના શેઠ શ્રી કુંવરજીભાઈ આણંદજી પાસે કર્મપ્રકૃતિ, પ્રકરણો વગેરેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org