________________
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી
વાચન કર્યું હતું. જૈનદર્શનની સાથે અન્ય દર્શનગ્રંથો અને લૌકિક વિદ્યાના ગ્રંથોનું પણ અધ્યયન કર્યું હતું.
અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના શ્રી પુણ્યવિજયજીનું જીવનલક્ષ્ય હતું. ધર્મમય જીવન જીવવાની સાથે જ્ઞાનભંડારોના ઉદ્ધારક, હસ્તપ્રતોના સંરક્ષક અને આગમવિદ્ તરીકે તેમણે કરેલી શ્વેતોપાસનાનું અનેકગણું મહત્ત્વ છે.
શ્રી પુણ્યવિજયજી, એમના ગુરુજી અને દાદાગુરુશ્રીએ મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, જેસલમેર, બિકાનેર, જોધપુર ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી, એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની યાદીઓ તૈયાર કરી આપી હતી અને કેટલાકની સવિસ્તાર સૂચિઓને પણ મુદ્રિત કરાવી આપી હતી. કેટલેક સ્થળે તો રેપરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટની પણ વ્યવસ્થા કરાવી, કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા હતા.
આ માટે તેમણે અનેક કષ્ટસાધ્ય વિહારો કર્યા હતા અને અથાગ પરિશ્રમ લીધો હતો. લગભગ નષ્ટ થવા આવેલી હસ્તપ્રતો અને ગ્રંથોને જ્ઞાનોપાસકો માટે ઉપલબ્ધ કરવાનું શકવર્તી કાર્ય પણ કર્યું. શ્રી પુણ્યવિજયજીના દાદાગુરુ અને ગુરુશ્રીના પ્રયાસથી છાણી અને વડોદરામાં જ્ઞાનભંડારોની સ્થાપના થઈ હતી. તેમ જ શ્રી પુણ્યવિજયજી અને શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સંયુક્ત પ્રયાસથી પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના સં. ૧૯૯૫માં થઈ હતી. તેનું ઉદ્ઘાટન શ્રી ક. મા. મુનશીએ કર્યું હતું. શ્રી પુણ્યવિજયજી મહારાજની અપૂર્વ આગમ-આરાધના અને જ્ઞાન-સાધના તથા શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની ઉદારતાના પરિણામે અમદાવાદમાં વિ. સં. ૨૦૧૩ના વિયાદશમીના શુભ દિવસે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની થયેલી સ્થાપના, મુનિશ્રીના જીવનલક્ષ્યની ઉચ્ચતમ સિદ્ધિની ઘોતક છે.
3
તેમણે પોતાના હસ્તલિખિત અને મુદ્રિત હજારો મૂલ્યવાન ગ્રંથોનો ભંડાર, જૈનવિઘા અને ભારતીય સંસ્કૃતિના દેશ-પરદેશના સર્વે જિજ્ઞાસુ અભ્યાસીઓ લાભ લઈ શકે એ હેતુથી આ વિદ્યાતીર્થને સોંપી દીધા હતા. તેમની કલાસામગ્રીનો અમૂલ્ય સંગ્રહ પણ આ સંસ્થામાં સચવાયો છે. આ ઉપરાંત એક ભવ્ય આગમમંદિરની રચના કરવાનો મનોરથ પણ તેમણે સેવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org