________________
૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
શ્રી પુણ્યવિજયજી પ્રતિના નિષ્ણાત પારખુ હતા. નાની કે મોટી, જૂની જીર્ણશીર્ણ થઈ ગયેલી કે સુરક્ષિત - દરેક પ્રકારની હસ્તપ્રતનું, ઝવેરી જેમ હીરાની પરખ કરે તેવી ચીવટથી તેઓ અવલોકન અને મૂલ્યાંકન કરતા. પ્રાચીન ગ્રંથોના એક સરખા માપનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓમાંથી તેમ જ તાડપત્રીય ગ્રંથોના ટુકડાઓમાંથી આખા કે અધૂરા ગ્રંથોને તૈયાર કરી આપવાની મહારાજશ્રીની સૂઝ અને નિપુણતા ખરેખર અસાધારણ અને હેરત પમાડે તેવી હતી. પ્રતિઓના ઉદ્ધાર અને સંરક્ષણના તેઓને આ કાર્યમાં માઈક્રોફિલ્મ, ફોટોસ્ટેટ અને એન્લાર્જમેન્ટ લેવરાવવાનો પણ સમાવેશ થતો.
દીર્ધદષ્ટિસંપન્ન શ્રી પુણ્યવિજયજી પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલીને એની સ્વચ્છ શુદ્ધ નકલ બનાવે તેવા લહિયાઓ તૈયાર કરવા માટે પણ પ્રયત્નશીલ રહ્યા હતા.
પૂ. દાદાગુરુ અને ગુરુશ્રીના પગલે પગલે મહારાજશ્રીએ પણ એક સમર્થ સંશોધક સંપાદક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી. એમનાં સંપાદનોની સર્વાગ પરિપૂર્ણતાએ પરદેશના વૈજ્ઞાનિક દષ્ટિએ સંશોધન કરનાર વિદ્વાનોને પણ અભિભૂત કર્યા હતા. અક્ષરોના વિવિધ મરોડો ધરાવતી જુદા જુદા સૈકાની લિપિને ઉકેલવામાં તેઓ સિદ્ધહસ્ત હતા. વિદ્યાની ઉપાસના કરતાં તેઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. સ. ૧૯પપના અરસામાં સંગ્રહણીનો રોગ થયો ત્યારે વ્યાધિગ્રસ્ત અવસ્થામાં જ કથાર–કોષ'નું સંપાદન અને 'નિશીથચૂર્ણિ'નું અધ્યયન કર્યું.
ઈ. સ. ૧૯૧૭માં “કૌમુદી નિજાનંદ નાટકના સંપાદન-પ્રકાશનથી આરંભાયેલું એમનું લેખન અને સંપાદન-સંશોધનનું કાર્ય ૧૯૭૧માં પ્રગટ થયેલા પન્નવણાસુર ભાગ બીજા સુધી સતત ચાલુ રહે છે. તેમની લગભગ ૪૫ જેટલી કૃતિઓ પ્રકાશિત થઈ, અને કેટલીક હજુ અપ્રકાશિત છે.
શ્રી પુણ્યવિજયજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષા, છન્દ અને વ્યાકરણના પ્રખર વિદ્વાન હતા, જૈન શાસ્ત્રો અને આગમોના અધિકૃત જ્ઞાતા હોવાની સાથે મહાન પુરાતત્વવિદ હતા. ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, લિપિશાસ્ત્ર, પ્રાચીન ચિત્રકલા, સિક્કાઓ, મૂર્તિશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું જ્ઞાન વ્યાપક અને તલસ્પર્શી હતું. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને વ્યક્તિગત મતમતાન્તરો અને પૂર્વગ્રહોથી મુક્ત એવી ઐતિહાસિક અને તુલનાત્મક દષ્ટિ પણ તેમણે વિકસાવી હતી. પુણ્યવિજયજીની સત્ય અને જ્ઞાનની સાધના જીવનસ્પર્શી અને ઊર્ધ્વગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org