________________
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી જીવનના ઉત્તમ આદર્શરૂપ હતી. વિશેષ અભ્યાસ કરવા ઇચ્છતા જિજ્ઞાસુઓ અને “ વિદ્વાનો માટે તેઓ પોતે જ જ્ઞાનકોષ કે જ્ઞાનતીર્થ સમાન હતા. તેમના પ્રત્યેનું મહારાજશ્રીનું વલણ ખૂબ ઉદાર હતું. તેમને પુસ્તકો, હસ્તલિખિત પ્રતો, એની માઇક્રોફિલ્મ કે ફોટોસ્ટેટ કોપી વગેરે જે કોઈ વસ્તુની જરૂર હોય તે સુલભ કરી આપવા મહારાજશ્રી સદા તત્પર રહેતા. એમ કરતાં પોતાની પાસેથી અલભ્ય કતિઓ પણ સહજભાવે ઉદારતાથી આપી દેતા. કોઈનું પણ કામ કરી આપવાની પરગજુ વૃત્તિ તેમના જીવન સાથે સહજપણે જોડાઈ ગઈ હતી.
જ્ઞાનની સાધનામાં સદા લીન રહેનાર શ્રી પુણ્યવિજયજીએ ક્યારેય પદવી કે પ્રતિષ્ઠાની આકાંક્ષા રાખી ન હતી. અતિ આગ્રહ કરવા છતાં, તેમણે આચાર્ય બનવાનું પસંદ કર્યું નહીં. વિદ્વત્તાના પ્રતિકરૂપે અપાતી પંન્યાસ પદવી પણ તેમાગે સ્વીકારી નહીં. વિ. સં. ૨૦૧૦ (ઈ. સ. ૧૯૫૪)માં વડોદરાના શ્રીસંઘે તેમને “આગમપ્રભાકર'નું બિરૂદ આપ્યું હતું. પણ શ્રી પુણ્યવિજયજી આ બાબતમાં નિર્લેપ હતા. તેમ છતાં અનેક રીતે તેમના જ્ઞાનનું ગૌરવ થયું હતું. દેશપરદેશના અનેક વિદ્વાનોએ એમના માર્ગદર્શનમાં સંશોધનકાર્ય કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા અપાતી ઉચ્ચતમ પદવી પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની નિમણૂક થઈ હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદ'ના વીસમા અધિવેશનના ઇતિહાસ - પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકે તેમની વાણી થઈ હતી. ઈ. સ. ૧૯૬૧માં કાશ્મીરમાં ઓલ ઇન્ડિયા ઑરિએન્ટલ કોન્ફરન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે મુનિ શ્રી પુણ્યવિજયજીની પસંદગી થઈ હતી. ઈ.સ. ૧૯૭૦માં અમેરિકાની ‘ઑરિએન્ટલ સોસાયટી'એ એમને માના સભ્ય તરીકેનું સ્થાન આપ્યું હતું. આમ અનેક રીતે સન્માનિત થયા હોવા છતાં, મહારાજશ્રીની પ્રતિભાને અહંકારનો સ્પર્શ થયો ન હતો.
જૈન શાસ્ત્રના અને અન્ય ગ્રંથોમાં રહેલાં સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યોને તેમણે પારખ્યાં હતાં. જ્ઞાનની આ બહુમૂલ્ય સામગ્રીનું રક્ષણ - સંવર્ધન કરવા તેમણે સમગ્ર જીવન કઠિન તપશ્ચર્યા કરી હતી. માન-મોટાઈ તેમને આકર્ષી શકતા ન હતા. સૌ કોઈના વિકાસમાં નિ:સ્વાર્થભાવે સહાયરૂપ થવાની નિખાલસ, નિસ્વાર્થ ભાવના, હૃદયની વિશાળતા, સૌજન્ય, સહિષ્ણુતા, જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનના પ્રસારની અદમ્ય ઝંખના તેમના સહજ ગુણો હતા. તેમનું જીવન ઋજુતા, સરળતા, પ્રજ્ઞા અને શીલના સમન્વયથી સૌને માટે મંગલ અને પ્રેરક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org