________________
૬
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન
બની રહ્યું હતું. શાસ્ત્રીય ગ્રંથોના અભ્યાસ અને પ્રકાશનના કાર્યમાં સતત પ્રવૃત્તિશીલ હોવા છતાં નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વીઓ અને શ્રાવકોને પ્રસન્ન ચિત્તે મળતા. ધર્મના આચારનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા, પણ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા સમજતા. શ્રમણ સંઘના ભિન્ન ભિન્ન સમુદાયો વચ્ચે પ્રવર્તતી વાડાબંધીથી તેઓ સદા અલિપ્ત રહ્યા હતા.
બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મયાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ. સાચા અર્થમાં તેઓ આજીવન વિદ્યા-અર્થી રહ્યા.
૭૬ વર્ષની ઉમરે પહેલા હરસની અને પછી પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ ૧૪મી જૂન ૧૯૭૧ના રોજ રાત્રે ૮-૩૦ વાગ્યે આ જ્ઞાની સંતપુરુષનો ક્ષર દેહ પંચતત્વમાં ભળી ગયો. તપ, ત્યાગ, સંયમ અને પ્રકાશ પ્રસરાવતો તેજસ્વી દીપ સદાને માટે બુઝાઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org