Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 11
________________ આજે જગતમાં શોષણ, અસહિષ્ણુતા અને હિંસાનું જે તાંડવ મચ્યું છે તેમાંથી બચવા માટે આપણી પાસે માત્ર મહાવીરનું જીવનદર્શન જ એક એવો વિકલ્પ છે કે જેને અપનાવી આપણે માનવજાતનું અસ્તિત્વ સુરક્ષિત રાખી શકીએ. અહિંસાનો સિદ્ધાંત વર્તમાન સમયમાં વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે માર્ગદર્શક રૂપ છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે. અહિંસા એ તો સમસ્ત વિશ્વનો પ્રાણ છે. આજે કેટલાક લોકો અહિંસાને કાયરતા સમજે છે, પરંતુ અહિંસા એટલે કાયરતા નથી. તીર્થકર ભગવાન મહાવીર જેવા મહાન વીરપુરુષોના અંતરમાં સર્વજીવો પ્રત્યે વધી રહેલી કરુણા, ભાવના અને વાત્સલ્યમાથી જ અહિંસાના સિદ્ધાંતનું સર્જન થયું છે. સંપૂર્ણ અહિંસામય જીવન એ જૈન ધર્મનો ઉચ્ચ આદર્શ છે, અને એ આદર્શને વ્યવહારુ બનાવવા માટે જેટલું ઊંડું ચિંતન, જેટલી વ્યાપક વિચારણા અને જેવા સૂક્ષ્મ પ્રયોગો જૈન પરંપરામાં થયા છે એવા બીજે ક્યાંય નથી થયા. આ અહિંસા મૂળમાં છે આત્મૌપમ્ય દષ્ટિ. જેવો આપણો જીવ છે એવો સહુનો જીવ છે. આપણને જીવવું ગમે છે તેમ સહુને જીવવું ગમે છે, મરવું કોઈને ગમતું નથી. સુખ અને શાંતિ સહુને જોઈએ છે, દુઃખ અને અશાંતિ કોઈ નથી ઈચ્છતું. જે આપણને નથી ગમતું એવું વર્તન આપણે બીજા પ્રત્યે પણ ન કરીએ. મન, વચન કે કાયાથી કોઈને પણ દુઃખી ન કરીએ. સહુના સુખમાં નિમિત્ત બનીએ. આપણા ક્ષમિક સુખ-સગવડ અને તુચ્છ સ્વાર્થ ખાતર કોઈના જીવનનો ભોગ લેવાની અધમ વૃત્તિમાં ન રાચીએ. કોઈના પ્રાણ આંચકી લેવાની કૂરતા કે અન્યાય આપણે કદી એ ન આચરીએ. પરંતુ જરૂર પડ્યે આપણી સુખ-સગવડતાનો ભોગ આપીને પણ દીન-દુઃખીનાં દુઃખ દૂર કરીએ. બીજાને જીવન જીવવામાં તન, મન અને ધનથી સહાયક બનીએ. અબોલ પશુ-પક્ષીઓની હત્યા અટકાવીએ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોને પણ આપણા તરફથી અભયદાન આપીએ. જગતમાં જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું કરી દઈએ. જૈન દૃષ્ટિએ “શઠં પ્રત્યવિસખ્ય’ એ વાસ્તવિક અહિંસાનો મૂળભૂત સિદ્ધાંત છે. એ જ અહિંસા જ્યારે ક્રિયાત્મક બને છે ત્યારે તેને શબ્દપર્યાયરૂપે ઓળખવા માગીએ તો અનુકંપા કે દયાના નામથી ઓળખવામાં જ્ઞાનધારા-૧ ====ી ૨ == જેન સાહિત્ય જ્ઞાનસત્ર-

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 134