Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ -અતિથિવિકિપિડિત syynynyNY RYDYNY SURYA KARRUAKAKASAKRUARAKA LAERCALAUA CARACALAUREA પૂજા કર્મ : દ્રવ્ય-ભાવ. ૨ રાજસેવક વિનય કર્મ : દ્રવ્ય-પાલક, ભાવ-શાંબ હું દ્વાર ત્રીજું વંદનને અયોગ્ય કોને વંદન ન કરવું? હું પાસસ્થાદિ પાંચ કુગુરુઓને વંદન ન કરવું. છે (૧) પાર્શ્વસ્થ : જ્ઞાન-દર્શન ચારિત્રની પાસે માત્ર રહે, સેવે નહિ. બે ભેદ - સર્વ પાર્થસ્થ : સમ્યજ્ઞાન – દર્શન - ચારિત્રમાં ન પ્રવર્તે, તેના અતિચારોને વર્જ નહી. તેથી સર્વરહિત કેવળ વેષધારી. દેશ પાર્થસ્થ : શય્યાતરપિંડ-રાજપિંડ-નિત્યપિંડ વગેરે કારણ વિના વાપરે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં થોડા થોડા અતિચારો લગાડયા કરે. (૨) ઓસન્ન(અવસત્ર): સાધુસામાચારીમાં શિથિલ હોય તે. બે ભેદ :- દેશ અવસન્ન : પ્રતિક્રમણ,પડિલેહણ આદિ આવશ્યક ક્રિયાઓ વ્યવસ્થિત ન કરે, ઓછા વત્તા પ્રમાણમાં કે પરાણે કરે. | સર્વ અવસન્ન : શેષકાળમાં પીઠ-ફલક-પાટ-પાટલા વાપરે, સ્થાપના પિંડ ગ્રહણ કરે. પ્રાભૃતિકા ભોજી હોય. (૩) કુશીલ - ખરાબ આચારવાળો. ત્રણ ભેદ : (૧) જ્ઞાનકશીલ: જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૨) દર્શન કુશીલઃ દર્શનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૩) ચારિત્ર કુશીલઃ યંત્ર-મંત્ર સ્વપ્રફળ નિમિત્તાદિ કહે. પોતાનાં જાતિ, કુલનો પ્રકાશ કરે. સ્નાનાદિક વગેરેથી શરીરવિભુષા કરે. સ્ત્રીપુરુષના લક્ષણ કહે. કામણ-વશીકરણાદિ ક્રિયાઓ કરે. ૪) સંસક્ત ઃ ગુણ-દોષનો મિશ્રણવાળો. બે ભેદ....સંકિલષ્ટ સંસક્ત જે હિંસાદિ પાંચ મહાઆશ્રવોથી યુક્ત હોય, ત્રણેય ગારવથી લેપાયેલો હોય અને સ્ત્રી-ઘરયુક્ત માત્ર વેષધારી હોય. અસંકિલષ્ટ સંસક્તઃ “જેવા સાથે તેવા”ના આચારવાળો અર્થાત્ સંવિગ્ન જોડે હોય તો તેમના ગુણવાળો, પાર્શ્વસ્થ સાથે તેમના ગુણવાળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106