Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 75
________________ CAETEREA RETURRET બેસણા આદિમાં તેમજ એક, બે, ત્રણ ઉપવાસવાળાને આ આગારથી વપરાવી શકાય. ચાર કે તેથી વધુ ઉપવાસવાળામાં પણ આ આગાર બોલાતો હોવા છતાં તેનો ઉપયોગ થાય નહિ. તેમ ગૃહસ્થને પણ આ આગારનો ઉપયોગ થાય નહિ. પારિઠાવણિયા (વધારાની ચીજ કે જે ઉપવાસાદિવાળાને ન આપીએ તો પરઠવવી પડે તેમ હોય તો) કોને આપવું તે ગીતાર્થનો વિષય છે. તેથી બીજાએ જાતે તેનો ઉપયોગ ન કરાય. પારિઠાવણિયા ક્યારે કોને આપવું તેનું વર્ણન પચ્ચક્ખાણ આવશ્યક હારિભદ્રીય ટીકામાં તેમજ નિશીથસૂત્ર ચૂર્ણિ ઉદ્દેશા બે કે ત્રણમાં પ્રાયઃ આવે છે. આચાર્યશ્રીને પારિઠાવણિયા ન આપવું તેવું વિધાન પંચાશકની ટીકામાં છે. ચોવિહાર ઉપવાસમાં આ આગાર હોવા છતાં હાલમાં પાણીનું પારિઠાવણિયા ન હોવાથી ચોવિહાર ઉપવાસમાં ગોચરી પારિઠાવણિયામાં આપવાનું બંધ થએલ છે. સાંજે ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરતાં આ આગાર બોલવાનો હોતો નથી. એકાસણા, બેસણા, આયંબિલમાં ઉઠતી વખતે તિવિહારનું પચ્ચક્ખાણ કરાય છે. પણ ગોચરી વધવા આદિના કારણે પારિઠાવણિયા આપવું પડે તેવો સંભવ હોય તો તિવિહારમાં જ આગાર ખુલ્લા રાખી બાકીના આગારોનો સંક્ષેપ કરાતો હોવાથી આ આગાર હોતો નથી. CACRCRCRCRCRCRCRE સ્થાન પચ્ચક્ખાણના આગાર ૩+૧+૪=૮ (૧૩) સાગરિયાગારેણ : સાગારિક=ગૃહસ્થ : સાધુ જાહેર ધર્મશાળા જેવામાં વાપરવા (ભોજન કરવા) બેઠેલા હોય ત્યારે કોઇ ગૃહસ્થ આવી ચડે અને ખસે નહિ તો તે વખતે બેસણું, એકાસણું હોવા છતાં સાધુ ઉઠીને બીજે બેસે તો પણ આ આગારના કારણે પચ્ચક્ખાણ ભંગ નથી. આનો અર્થ એ છે કે ગૃહસ્થના દેખતાં સાધુએ આહાર ક્રિયા ન કરવી. તે ન જાણે-ન જુવે તે રીતે કરવી. જે વ્યક્તિની નજર દોષથી દૂષિત ७० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106