Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 84
________________ SALACASTERET ZAVAZAGAGAGAGAGA (૫) ઘોળવડા વડા નાખવાના હોય તે ઘોળ-દહીં સરખું એટલે આંગળી દાઝે એવું ગરમ થવું જોઇએ. સામાન્ય ગરમ ન ચાલે. ઉપલક્ષણથી કોઇપણ અનાજની વસ્તુ નાખવાથી નીવિયાતું થાય. દહીં છાશ નાખેલ ભાત-કઢી-થેપલા-ઘેંસ વગેરેમાં દહીં, દહીં રૂપે રહેતું જ ન હોવાથી સુતરાં દહીંનું નીવિયાતું કહેવાય. ગોળ વિગઇનાં નીવિયાતા : (૧) સાકર (૨) ખાંડ (૩) અર્ધ ઉકાળેલ શેરડીનો રસ. આ ત્રણે ગોળનું રૂપાંતર હોવાથી નીવિયાતાં થાય છે. ઉકાળ્યા વિનાનો સામાન્ય શેરડી રસ વનસ્પતિ છે અને બે પ્રહર પછી અભક્ષ્ય છે. ગોળ વિગઇનું કારણ હોવા છતાં એને ગોળ વિગઇમાં ગણ્યો નથી. અડધો ઉકાળેલ રસ ગોળની પૂર્વ અવસ્થારૂપ હોવા છતાં તે ગોળના નીવિયાતા રુપ છે. તેમજ બીજે દિવસે વનસ્પતિરુપ ગણાતો નથી. આ શીઘ્ર અભક્ષ્ય થતું નથી. આને વધારે ઉકાળવાથી તે ઘન ગોળ થાય છે. તે વિગઇ રુપ થાય છે. (૪) ગુલવાણય : આંબલી, મસાલો વગેરે બીજી વસ્તુ જેમાં નાખી હોય તેવું ગોળનું પાણી. એકલાં ગોળના પાણીને નીવિયાતું ગણવાનો વ્યવહાર નથી. (૫) પાય ઃ ઘી-ગોળનો પાયો કરે તે અથવા એકલા ગોળની ચાસણી. આ અર્ધક્વથિત ઇક્ષુરસની જેમ બને છે અને નીવિયાતું થાય છે. ઘી વિગઇનાં નીવિયાતા : નિભૅજન, વિસ્પંદન, પૌષધિ વિગેરે. પકવૌષધિ :- જેમાં બ્રાહ્મી વગેરે ઔષધિઓ પકાવી હોય તેવું બ્રાહ્મીકૃત, ત્રિફળાવૃત વગેરે. “ પકવવૃત - પૂરી વગેરે તળ્યા પછી કડાઇમાં વધેલું ઘી - લોકમાં આ બળેલું ઘી કહેવાય છે. Jain Education International ૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106