________________
VERSACKERET
(૧) દૂધ : ગાય-ભેંસ-ઊંટડી-ઘેટી-બકરીનું.
ઊંટડીનું દૂધ વિગઇમાં ગણેલ હોવા છતાં તે બે ઘડી પછી ભક્ષ્ય નથી પરંતુ અભક્ષ્ય છે. આ વાત વિવિધ પ્રશ્નોત્તર અને પિંડનિર્યુક્તિ ટીકામાં આવે છે.
CAEREASA
લોક વ્યવહારમાં મુખ્યત્વે ૨ પ્રકારના અથવા ૪ કે ૫ પ્રકારના દૂધ વપરાતા હોવાથી આ પાંચ જાતના દૂધને વિગઇ તરીકે ગણેલ છે. તેથી સ્તનપાન, સિંહણનું દૂધ કે વાંદરીના દૂધને વિગઇ ગણવાનો વ્યવહાર નથી.
(૨) દહીં : ઊંટડીના દૂધમાંથી દહીં થતું ન હોવાથી તે સિવાયના ચાર પ્રકારના દૂધમાંથી બનેલા દહીંને અહીં લીધું છે. સિંહણ વિ. બીજા દૂધના પણ દહીં વગેરે થતા ન હોવાથી તેને દહીં, ઘી વગેરેમાં ગણેલ નથી.
(૩) ઘી : ઘી અને માખણના પણ દહીં પ્રમાણે ચાર-ચાર ભેદ થાય છે. ઘી, દૂધ, દહીં અને માખણ આ ચારે વિગઇના પંચેન્દ્રિય તિર્યંચના દૂધની અપેક્ષાએ ભેદ પાડેલ છે.
કેટલીક વનસ્પતિના પાંદડા વગેરેમાંથી પણ દૂધ નીકળે છે. તે થોર-ક્ષીર વૃક્ષ વગેરે વનસ્પતિજન્ય દૂધની વિવક્ષા અહીં ન હોવાથી દહીં વગેરેમાં પણ તેના ભેદ ગણ્યા નથી. તેથી વનસ્પતિ ઘી કે બીજા તેવા પ્રકારના ઘી કે જેમાં ચોકખા ઘીનો અંશ પણ ન હોય તે બધાને ‘ઘી’ નામ હોવા છતાં ઘી વિગઇમાં ન ગણતાં તેલ વિગઇમાં ગણવા...... (૪) તેલ : સરસવ, અળસી, લટ્ટ અને તલ. આ ચારમાંથી બનેલ વનસ્પતિજન્ય તેલને પ્રધાનપણે તેલ વિગઇમાં ગણેલ છે. બાકીના બદામ વગેરેના તેલને કેટલાક આચાર્યો વિગઇ તરીકે ગણાતા નથી. શ્રીનિશિથ ચૂર્ણિકારે ‘સન્ગે તેછા ા તેક વિજ્ઞ' એવો નિર્દેશ કર્યો છે. તેથી દિવેલ, સીંગતેલ, બદામ, રાઇ વગેરેનું તેલ પણ વિગઇ તરીકે જાણવું........
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org