Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ REDERERER SACRCRCREA તથા સુખસંયમયાત્રા નિર્વહો છો જી ? આ વાક્યથી જત્તા ભે નો અંતર્ભાવ કર્યો છે. આમાં ત્રણ પ્રશ્ન છે..... (A) વંદનની રજા બે ખમાસમણાથી મંગાઇ ગઇ હોવાથી આમાં માંગવાની નથી તેથી છ માંનો પ્રથમ પ્રશ્ન નથી. (B) અવગ્રહમાં પ્રવેશ કરવાનો ન હોવાથી મિતાવગ્રહનો બીજો પ્રશ્ન નથી. (C) અપરાધક્ષામણાની રજા અબ્દુઢિઓ સૂત્રથી માંગવાની હોઇ છઠ્ઠો પ્રશ્ન પણ આ સૂત્રમાં નથી. તેથી ‘ઇચ્છકાર સૂત્ર'માં છમાંના ત્રણ જ પ્રશ્નો છે. અભુઢિઆ સૂત્રમાં ‘જંકિંચિ’થી ક્ષમાપના છે. પ્રશ્ન : ‘જાવણિજ્જાએ’ અને ‘જવણિજ્યં’ આ બે પદનો અર્થ શું ? ઉત્તર : જાવણિજ્જાએ = યાપનીયયા = યથાશકત્યા...આવો અર્થ શ્રી હારિભદ્રીય આવશ્યકમાં કરેલ છે. વંદન કરવાની ઇચ્છા સાથે આ પણ જણાવે છે કે હું પ્રમાદ વગેરેનો ત્યાગ કરવામાં શક્તિને છૂપાવ્યા કે ઓળંગ્યા (અતિરેક કર્યા) વગર વંદન કરવાને ઇચ્છું છું. ઉપલક્ષણથી દરેક અનુષ્ઠાન આ રીતે યથાશક્તિ કરવાનાં હોય છે. જ્વણિજ્યું – યાપનીયં નિર્વાહ કાર્ય કરણ શક્ય-સમર્થ. અહીં ‘શરીર’ એટલું પદ અધ્યાહારિત સમજવું. = શંકા ઃ શરીર સુખરૂપ છે. બાહ્ય સંયમ યાત્રા નિરુપદ્રવ છે. એ બે વાતની પૂર્વ પ્રશ્નોત્તરથી જાણકારી મેળવી લીધા પછી આ પ્રશ્ન પૂછાય છે. તો શ૨ી૨ કાર્ય કરણ સમર્થ છે ? એવું પૂછવામાં ક્યા સામર્થ્યની પૃચ્છા છે? સમાધાન : મનની અવ્યાકુળતા અને તેથી શરીરની પણ અવ્યાકુળતા એ સંયમ માટે યાપનીયતા = સામર્થ્ય છે. તેથી આ પ્રશ્નમાં કષાય અને નોકષાયના આવેશથી રહિત મન અને શરીર શાંત ઉપશાંત છે? યાપનીય છે ? એવું પૂછવાનું તાત્પર્ય છે. Jain Education International ગુરુવંદન ભાષ્ય સંપૂર્ણ ૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106