Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
XXXVAXRLANACARA RUA
SAKURALAUREACALAR હું વિશેષ ઉપયોગ હોતો નથી, પરંતુ પચ્ચકખાણનો પરિણામ સંસ્કારરૂપણું
હોવાથી પ્રાયઃ તરત જ પચ્ચખાણ યાદ આવી જાય. જો તે વખતે મુખમાં! હુંરહેલ થુંકી નાંખે અને નવું ન લે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. હું હું જો તુરત યાદ ન આવે તો લબ્ધિરૂપ પચ્ચકખાણ નથી અથવા હેમંદ લબ્ધિ છે તેમ સમજવું. અને મુખમાં રહેલું ખાઈ જાય, યાદ આવ્યા હું કૃપછી નવું ચાલુ રાખે તો પણ પચ્ચખાણનો ભંગ થાય. ' આ આગાર સામાન્યથી કોઇપણ પચ્ચકખાણમાં આવે. જ્યાં તે ન લખેલ હોય ત્યાં પણ અધ્યાહારથી સમજી લેવો. સામાન્યથી કોઈપણ પચ્ચકખાણ ભાવથી (પ્રણિધાનપૂર્વક) કરવામાં આવે ત્યારે તેના અંતરાયભૂત કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી પચ્ચકખાણ પ્રણિધાનરૂપ અને ક્ષયોપશમલબ્ધિ રૂપ થાય છે. (આના ફળરૂપે) જેનું પ્રણિધાન કે ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થઈ હોય તેનાથી વિપરીત પ્રવૃત્તિ કે વિચાર કરતા આત્માને એ સંસ્કારરૂપ લબ્ધિ કે પરિણામ તરત જાગ્રત કરે છે. અને તેથી એ આત્મા વિપરીત પ્રવૃત્તિથી બચી શકે છે. ક્યારેક અતિવ્યગ્રતા કે મંદક્ષયોપશમના કારણે વિપરીત પ્રવૃત્તિ થઈ જાય પણ પ્રવૃત્તિ બાદ |
ખ્યાલ આવે અને જીવ ત્યાંથી તરત પાછો ફરે તો તે વખતે થયેલ વિપરીત પ્રવૃત્તિને અનાભોગ કહેવાય છે.
વારંવાર પ્રણિધાન અને પચ્ચકખાણનું સ્મરણ કરવા દ્વારા આ અતિચારરૂપ વિપરીત પ્રવૃત્તિ(અનાભોગ) ને ટાળી શકાય છે.
(૨) સહસાગાર ઃ સહસા એટલે અચાનક.
અચાનક આવી પડેલી વ્રત વિરૂદ્ધ પરિસ્થિતિમાં પૂર્વ પ્રવૃત્ત યોગને રોકી ન શકવાના કારણે વ્રતથી વિપરીત જે આચરણ થાય તે સહસાગાર કહેવાય છે. આમાં ઉપયોગ હોવાથી જેટલે અંશે બચાય તેટલે અંશે દોષથી બચનારને કાળજીવાળો અપવાદ કહેવાય.
વ્રત પચ્ચકખાણનો ઉપયોગ હોવા છતાં મુખમાં અચાનક છાંટો પડી જાય તેમજ ઈર્યાસમિતિપૂર્વક ચાલતી વખતે જ્યાં પગ પડવાનો હોય
|
૬ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106