Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 57
________________ KANAKAKARAKAYAKAKERTA S ARRORRAXAURRRRRRRRRMS પ્રશ્ન-૩: આમ હોવા છતાં કાચા પાણીનો અદ્ધાના, સ્થાનના કે વિગઇના એ ત્રણમાંથી એકેના આગારમાં સમાવેશ થતો નથી. તેથી ભૂલથી હું કાચું પાણી પીનારને આ બે આગાર ન હોવાથી પચ્ચકખાણ ભંગ થશે. હું $ ઉત્તર-૩ઃ ઉપલક્ષણથી અહિંયા પણ પાઠ ન બોલવા છતાં ભાવથી! એ બન્ને આગાર સમજી લેવા. એ જ પ્રમાણે મહત્તરાગાર અને સવ્વસમાહિ-હું છેવત્તિયાગાર પણ સમજી લેવા, કારણ કે સામાન્ય અભિગ્રહમાં પણ તેણે લીધા છે. () નિરવશેષ પચ્ચકખાણ : ચારે આહારનો જેમાં સર્વથા ત્યાગ કરાય છે. આ પચ્ચકખાણ વિશેષતઃ અન્ત સમયે સંલેખનાદિ કરતાં કરાય છે. જેમાં ક્ષેત્રકાળની મર્યાદા નક્કી કરી તે તે વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરાય તે પણ નિરવશેષ પચ્ચકખાણ કહેવાય છે. જેમકે જે ક્ષેત્રમાં પ્રચુર પ્રમાણમાં ફળો મળતા હોય ત્યાં તે ન વાપરવા તેમજ ફાગણ ચોમાસી પછી ભાજીપાલો ન વાપરવો. (૮) પરિમાણકૃત પચ્ચકખાણ ત્યાજ્ય વસ્તુના સંખ્યા પ્રમાણ અને પ્રમાણપ્રમાણ નિયત કરી બાકીનું ત્યાગ કરાય તે આ પરિમાણકૃત પચ્ચખાણ છે. તેમાં દત્તિનું, કવલનું, ઘરોનું, ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ નક્કી કરી શેષ ભોજનનો ત્યાગ કરાય છે. જેમકે ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ નક્કી કરવું તે દક્તિ પ્રમાણ. આહાર વાપરવા માટે કવલનું પ્રમાણ નક્કી કરવું તે કવલ પ્રમાણ. આટલા ઘરોમાંથી જ આહાર લેવો તે ગૃહ પ્રમાણ. અને ખીર, ભાત આદિ અમુક દ્રવ્ય જ લેવા તે દ્રવ્ય પ્રમાણ. (૯) સંકેત પચ્ચકખાણ : સંકેત એટલે ધારેલ ધારણા પૂર્ણ થવાથી જેમાં પચ્ચખાણની પૂર્ણાહૂતિ થાય તે આ સંકેત પચ્ચખાણ છે. આમાં કાળ મર્યાદા હોતી નથી. તેના ૮ ભેદ છે. (૧) મુસી- જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટો ન કરું ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ છે એમ ધારી અંગુઠો છૂટો કર્યા પછી જ મુખમાં ખાવાની વસ્તુ નાંખે છે. Sી કે હ. 3 કરો છો જાતિ ના જે ન પર જ કરી ** ધી કરતા કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106