Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ REDER TERCRCRCRCRCR KEDAVKRA એ છે કે સંયમયાત્રામાં કોઇ અડચણ, વિઘ્ન હોય અને અમારી સહાયથી એ ટળે એવું હોય તો કહો. આનો અર્થ એ થયો કે જે જે પ્રયત્નથી, સહાયથી પોતે ગુરુ-વર્યોની અને આરાધકોની સંયમયાત્રામાં આવી પડેલા અંતરાયોને દૂર કરી શકે એમ હોય તે તે પ્રયત્ન, સહાય કરવાની નોંના મોટા દરેકની ફરજ છે, અનિવાર્ય કર્તવ્ય છે. ચોથા પ્રશ્નનો જવાબ ઃ તને પણ વર્તે છે ? (તુપિ વરૃણ્ ?) અર્થાત્ મારી સંયમયાત્રા નિરાબાધ વર્તે છે. તારી પણ વર્તે છે ને ? આ પ્રતિપ્રશ્નથી સૂચિત થાય છે કે આચાર્યે (વડિલે) શિષ્યની (નાનાની)સંયમયાત્રાની નિરાબાધતાનો ખ્યાલ રાખવો, પૂછવી તેમજ તેમાં કોઇ અંતરાય હોય તો એ દૂર કરી અખંડિત કરવી, વધારવી. પાંચમો પ્રશ્ન : ‘નળનું ભે?' કષાય અને નોકષાયની ઉપશાંતતા દ્વારા મનની પ્રશાન્તતા છે ? બાહ્ય, શારીરિક કે સાંયોગિક કોઇ પ્રતિકૂળતા નથી અને સંયમયાત્રાના કોઇ બાહ્ય વિજ્ઞ અંતરાય નથી. આ બે વાત જાણ્યા પછી શિષ્ય આચાર્યની (કષાય અને નોકષાયના ડ્રાસથી પ્રાપ્ત થતી) પ્રશાંતતા પૂછે છે. આરાધકનું મન કષાય અને નોકષાયના આવેશ રહિત પ્રશાંત થવું જોઇએ, રહેવું જોઇએ એ સિદ્ધાંત છે. શિષ્યનો આ પ્રશ્ન પૂછવા પાછળ અભિપ્રાય એ છે કે કષાય અને નોકષાયથી જો મન અશાંત હોય તો (A) બાહ્ય અત્યંતર અનેક રીતે સંયોગ બદલવા દ્વારા..... (B) અંગત સેવા કરવા દ્વારા (C) અયોગ્ય વ્યક્તિઓરૂપ નિમિત્તને દૂર કરવા દ્વારા (D) અવસરે પ્રેરણા અને ટકોર કરવા દ્વારા આંતરચક્ષુ ખોલવા માટેના આંતરિક વીર્યને પોતે ઉલ્લાસિત કરી શકે એમ હોય તો અવશ્ય એમ કરવું. Jain Education International ૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106