Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 31
________________ SAEREA CREDEREA હૃદયમાં કષાય થયો હોય તો શાંત કરીને તેને ખમાવવો, ક્ષમા આપવી, ક્ષમા માંગવી. જો પોતાને કષાય ન થયો હોય તો પણ સામાની ક્ષમા સ્વીકારવા માટે પણ સામાને ખમાવવો. માટે મિથ્યાદુષ્કૃતની સામે આપણે મિથ્યા દુષ્કૃત આપવું એ જૈન શાસનની રીતિ છે. અહીં સપ્રસંગ આવસિયાએ ઇત્યાદિ શેષ ૨૯ પદોનો ભાવાર્થ પણ આ રીતે જાણવો. આ બધા પદો ક્ષમાપના માટે છે અને ખામેમિ ખમાસમણો દેવસિઅં વઇક્કમં’ ના વિસ્તારરૂપ છે. અહીં પ્રશ્ન ઃ (૧) આ આવર્સિયાએ પછીના પદોની જરૂર શી છે? (૨) જો જરૂર છે તો અવગ્રહની આગળ નીકળીને કેમ ? (૩) પ્રથમ વાંદણામાં આ પદો પૂર્વે અવગ્રહની બહાર નીકળવાનું છે તો બીજા વાંદણામાં કેમ નહિ ? બીજા વાંદણા પછી ક્યારે અવગ્રહની બહાર નીકળવાનું ? ઉત્તર ૧ : સંક્ષિપ્ત ક્ષમાપના ગુરુ પાસે (ગુરુ સાક્ષીએ) કર્યા પછી વિશદ-વિસ્તૃત ક્ષમાપના પ્રથમ વાંદણામાં અવગ્રહની બહાર નીકળી માનસ પટ પર ગુરુને આરોપિત કરી ગુરુ સાક્ષીએ ક૨વી. (A) વિસ્તૃત ક્ષમાપનાથી પોતાના અતિચારોની સ્મૃતિ. (B) આ અતિચારો વર્જવાના છે એવો વારંવાર ખ્યાલ, (C) વિશેષ નમ્રભાવ, હૃદયશુદ્ધિ તેમજ (D) બાળ જીવોને અતિચારોનું જ્ઞાન અને તેમાં અકર્તવ્યબુદ્ધિ થાય તે. માટે વિસ્તૃત ક્ષમાપનાની જરૂર હોઇ આ પદો છે. થોયના જોડા બે શા માટે ? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે સારા કાર્યો અનેકવાર કરવાના હોય છે. તેથી બે વાંદણા- બે થોયના જોડા, અનેક નમ્રુત્યુર્ણ વગેરેનું વિધાન છે. ઉત્તર ૨ ગુરુના અવગ્રહમાં વધુ વખત રહેવામાં આશાતના વગેરેનો સંભવ હોઇ અવગ્રહમાં રહીને માત્ર સંક્ષેપથી ક્ષમાપના કરાય છે અને વિસ્તૃત ક્ષમાપના બહાર નીકળી કરાય છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106