Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 39
________________ CRCRCRCRCRCRCRCR CERCAREREREA અત્યારે આ રિવાજ દેખાતો નથી. છતાં પાડવો સારો લાગે છે. શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરતા હોઇ, બાળજીવોને વ્યામોહ પમાડતા હોઇ તેઓ અસંવિગ્ન પાક્ષિક છે. વંદનને(અને બહુમાનને પણ)સદંતર અયોગ્ય છે. આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક અને સ્થવિર એ ચાર દીક્ષા પર્યાયમાં નાના હોય તો પણ શ્રી જિનશાસનના વર્ધક-૨ક્ષક અને શ્રમણસંઘની આરાધનાના આધાર છે. માટે રતાધિકત્વ હેતુની (અધિક પર્યાય હોવા રૂપ હેતુની) જેમ આ મહાન હેતુના કારણે નાના પર્યાયવાળા પણ આ ચારને વંદન કરવું જોઇએ. (હાલમાં આ પ્રથા જણાતી નથી.) પ્રશ્ન : આવર્ત એટલે શું ? ઉત્તર : આના જવાબ માટે લખ્યું છે કે (૧) સૂત્રમાં ગુરુचरणन्यस्तहस्तशिरःस्थापनारूपा (२) सूत्राभिधानगर्भाकायव्यापारविशेषाः । તેથી જણાય છે કે આવર્તનં આવર્તઃ = પુનઃ પુનઃ કરવું તે, ગુરુ ચરણે પુનઃ પુનઃ હસ્તનો સ્પર્શ કરવાનો છે. તેથી આ સ્પર્શ કરવો એ આવર્ત. અથવા હાથની પરાવૃત્તિ (ફેરવવા-ઊંધા-ચત્તા ક૨વા) એ પણ આવર્ત્ત. ગુરુચરણ અને સ્વમસ્તકનો સ્પર્શ કરાવવા હાથની પરાવૃત્તિ કરવી પડે છે. તેને પણ આવર્ત્ત કહી શકાય. ટૂંકમાં આવી કાયાની વિશેષ પ્રકારની પ્રવૃત્તિ આવર્ત છે. અંગ્રેજીમાં લખેલ આંકની ટિપ્પણ : (૧) આનું ‘છોભવંદન' એવું બીજું નામ પણ આવે છે. શ્રી હારિભદ્રીય આવશ્યકમાં સંક્ષેપ વંદન બતાવ્યું છે. તેથી સંક્ષેપના સમાનાર્થક સ્તોક શબ્દ પરથી ‘થોભ’ થયું લાગે છે. પૂજ્યપાદ્ ગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવેલ સૂચન....આ વંદનમાં મોટા વાંદણાના ભાવનો સમાવેશ છે. તેથી આને માટે ‘સ્થોભવંદન' નામ પણ આવે છે. તેના પરથી થોભ લાગે છે. (૨) ઘરે વહોરવા પધારેલા મહાત્માને ગૃહસ્થ ફેટાવંદન કરે. થોભવંદન બહુધા ન કરે. કારણ કે ઘરે ઘરે ગૃહસ્થો થોભવંદન કરવા Jain Education International ३४ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106