Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુસ્તક એવું સરસ છે કે તેની એક લાખ પ્રત છપાવવી જોઈએ.” “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક વિષે પૂજ્ય ગુરુદેવની આવી અસાધારણ પ્રસન્નતા તેમ જ અહોભાવ જોઈને-સાંભળીને કેટલાક મુમુક્ષુઓને તેને સંગેમરમરના શિલાપટ પર ઉત્કીર્ણ કરાવવાની ભાવના જાગી. એ વાત પ્રસ્તુત થતાં પૂજ્ય ગુરુદેવે એવી ભાવના વ્યક્ત કરી કે “વચનામૃત કોતરાવીને બહેનના (પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના) નામનું એક નવું સ્વતંત્ર મકાન થવું જોઈએ.” મુરબ્બી શ્રી રામજીભાઈએ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના શિરોધાર્ય કરીને નક્કી કર્યું કે “બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન' નું નિર્માણ કરવું; જેની શિલાન્યાસ વિધિ વિ. સં. ૨૦૩૭ ના કારતક સુદ પાંચમના શુભ દિને પૂજ્ય ગુરુદેવની મંગળ ઉપસ્થિતિમાં થઈ હતી. શિલાન્યાસ વિધિ સંપન્ન થયા પછી થોડા દિવસોમાં (ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં) ટ્રસ્ટીઓએ ને મુખ્ય કાર્યકર્તાઓએ, “વચનામૃતભવન ”નું વિસ્તૃતીકરણ કરીને તેમાં પંચમે-નંદીશ્વરની પ્રતિષ્ઠિત રચના કરવી અને “ગુરુદેવશ્રીનાં વચનામૃત” પણ કોતરાવવાં, -એવો નિર્ણય કર્યો. તદનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીના સાહિત્યસમુદ્રમાંથી વીતરાગ માર્ગને સ્પષ્ટ કરનારા કેટલાક બોલ વીણીને “ગુરુદેવશ્રીનાં વચનામૃત ”નું આ સંકલન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તૈયાર કરાવ્યું, અને તેનું આરસશિલાપટ પર કોતરકામ પણ થયું; તથા પૂજ્ય બહેનશ્રીની મંગલ ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૪૧ ના ફાગણ સુદ સાતમના શુભ દિને પંચમેરુનંદીશ્વરજિનાલયની પંચકલ્યાણકપુરસ્સર ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 205