Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકારમાં મુકાયું હોય, એક લેખકનાં પુસ્તકો અન્ય લેખકના નામે ચઢી ગયાં હોય, એક લેખક અનેક નામે લખતા હોય–આવી અરાજકતા વચ્ચે મૂળ સ્રોત પાસે જઈ જાતતપાસથી સંશોધન કરવું એ આદર્શ ગતિ છે, પરંતુ એ સર્વથા શકય ન બનતાં સમાધાનને માર્ગ સ્વીકારી શકશે એટલી દુરસ્તી કરી છે. આ પછી પણ આવા સર્વકપ કોશમાં જે ગુટિઓ અને ખલને રહે એની આખરી જવાબદારી તે મુખ્ય સંપાદકને શિરે જ રહે. આ કોશની રચનામાં કેટલીય સંસ્થાઓ અને વ્યકિતઓને ફાળે સીધે રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કૅપીરાઇટ ગ્રંથાલયે અને જે. જે. વિદ્યાભવનના ગ્રંથાલયે કીમતી સહાય પહોંચાડી છે; તે સર્વશ્રી મધુસૂદન પારેખ, અયુત યાજ્ઞિક અને પ્રકાશ વેગડે એમની અંગત સામગ્રીનો ઉપયોગ કરવા દેવાની ઉદારતા દાખવી છે. બહારના નિષ્ણાત અધિકરણલેખકોના સહકાર વગર આ કાર્ય અલૂણું રહ્યું હોત. સંજીવ પ્રેસને સહકાર અને ખાસ તે શી જોઈતારામ પટેલ જેવા સાહિત્યવિદ પૂફવાચકની સમજ અને ચીવટને લાભ કેશને શકય એટલી શુદ્ધ વાચના બક્ષી શકયો છે, એ આનંદની વાત છે. આ સિવાય જ્ઞાત-અજ્ઞાત સાધનો દ્વારા જયાં-જવાંથી સહાય મળી છે એ માટે સાહિત્યકોશ સૌને ઋણી છે. અંતમાં, આ કોશ દ્વારા ગુજરાતી લલિતસાહિત્યવિષયક સામગ્રીનું સંરક્ષણ થશે અને એને સુગમ પ્રસાર થરો તે કોરાની એ સાર્થકતા હશે. અમદાવાદ, તા. ૨૫-૫-૧૯૯૦ ચંદ્રકાન્ત ટોપીવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 654