________________
પ્રકારમાં મુકાયું હોય, એક લેખકનાં પુસ્તકો અન્ય લેખકના નામે ચઢી ગયાં હોય, એક લેખક અનેક નામે લખતા હોય–આવી અરાજકતા વચ્ચે મૂળ સ્રોત પાસે જઈ જાતતપાસથી સંશોધન કરવું એ આદર્શ ગતિ છે, પરંતુ એ સર્વથા શકય ન બનતાં સમાધાનને માર્ગ સ્વીકારી શકશે એટલી દુરસ્તી કરી છે. આ પછી પણ આવા સર્વકપ કોશમાં જે ગુટિઓ અને ખલને રહે એની આખરી જવાબદારી તે મુખ્ય સંપાદકને શિરે જ રહે.
આ કોશની રચનામાં કેટલીય સંસ્થાઓ અને વ્યકિતઓને ફાળે સીધે રહ્યો છે. ગુજરાત વિદ્યાપીઠના કૅપીરાઇટ ગ્રંથાલયે અને જે. જે. વિદ્યાભવનના ગ્રંથાલયે કીમતી સહાય પહોંચાડી છે; તે સર્વશ્રી મધુસૂદન પારેખ, અયુત યાજ્ઞિક અને પ્રકાશ વેગડે એમની અંગત સામગ્રીનો ઉપયોગ કરવા દેવાની ઉદારતા દાખવી છે. બહારના નિષ્ણાત અધિકરણલેખકોના સહકાર વગર આ કાર્ય અલૂણું રહ્યું હોત. સંજીવ પ્રેસને સહકાર અને ખાસ તે શી જોઈતારામ પટેલ જેવા સાહિત્યવિદ પૂફવાચકની સમજ અને ચીવટને લાભ કેશને શકય એટલી શુદ્ધ વાચના બક્ષી શકયો છે, એ આનંદની વાત છે. આ સિવાય જ્ઞાત-અજ્ઞાત સાધનો દ્વારા જયાં-જવાંથી સહાય મળી છે એ માટે સાહિત્યકોશ સૌને ઋણી છે.
અંતમાં, આ કોશ દ્વારા ગુજરાતી લલિતસાહિત્યવિષયક સામગ્રીનું સંરક્ષણ થશે અને એને સુગમ પ્રસાર થરો તે કોરાની એ સાર્થકતા હશે.
અમદાવાદ, તા. ૨૫-૫-૧૯૯૦
ચંદ્રકાન્ત ટોપીવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org