Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 7
________________ વિચાર થતાં ગે. વી. શ્રી. જ્ઞાતિમાં થતાં દરેક વેવીશાળ અને લગ્ન પ્રસંગે આ ખાતાને લાગે નકકી કરવામાં આવ્યું છે. જ્યારે કાર્ય શરૂ થવા પછી તેની જરૂરીયાતના પ્રમાણમાં આ ખાતાને પગભર બનાવવાને અનુકૂળ વૈજના હાથ ધરવામાં આવશે. આ તકે જણાવવાને સંતોષ થાય છે કે આ ધારાનો અમલ અશાડ સુદ ૨ થી કરવાનો નિર્ણય થવા છતાં, આ ઠરાવ થયે ત્યારથી જ આવા શુભ પ્રસંગે જ્ઞાતિ ફંડ માટે ઠરાવેલ રકમ પ્રેમપૂર્વક આપવા–લેવાની ઘણે સ્થળે શરૂઆત થઈ જવાના ખબર મળ્યા છે. એ જ્ઞાતિ ઉત્કર્ષનું ઉજવળ ભાવી સૂચવે છે. કાઠીયાવાડમાં વિશાશ્રીમાળી જ્ઞાતિની બહોળી વસ્તી છે. તેમાં પરસ્પર સંગઠન વધે એ વિશાળ ભાવનાને લક્ષમાં લઈને આથમણી દિશાના જ્ઞાતિવ્યવહાર ને સૈારાષ્ટ્રના ધારાને અનુલક્ષી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જ્યારે આ વિશાળ ક્ષેત્રમાં સમાતા ગામનું નામવાર લીસ્ટ દેશાવરી મહાઝન કમિટિમાં પસાર થયેથી બહાર પાડવામાં આવશે. સંમેલનમાં બંધારણ તથા ધારાધોરણનું કાર્ય પુરૂં થવા પછી સંમેલન જેગી આવેલી અરજીઓ અને હકીકતે રજુ થઈ હતી, જેની છણવટ કરીને નીચે મુજબ નિર્ણય કરવામાં આવ્યા હતા. ૧ પાલીતાણું મહાજન માર્કત શા રતીલાલ મેહનલાલ પાટડીયાએ ગેહેલવાડ-દેશાવરી જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને કરેલી અરજી રજુ કરવામાં આવી. અરજદાર કેરી ઉતાર બોટાદથી આ પ્રાંતમાં વસવા આવ્યા છે અને વીશેક વર્ષથી રહે છે તેમ જણાવે છે, અને ગેહલવાડ પ્રાંતની જ્ઞાતિના ધારાધોરણની જવાબદારી કબૂલ રાખે છે, પરંતુ અત્યારે પૂર્વે તેમને સંબંધ શાં વિરચંદ પાનાચંદને ત્યાં થયેલ હોવાથી એ કેસને નિર્ણય થયા બાદ આ અરજી સંબંધે દેશાવરી મહાજન કમીટીએ વિચાર કર તેમ ઠર્યું. ૨ ખારા ગામથી શા દેવજી નાનજીની સહીથી દેશાવરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 92