________________
[ ૧૮ ] મહુવા, કુંડલા, તળાજા, શહેર તથા વળા, તાલુકામાં કરેલ આમંત્રણ મંજુર રાખવામાં આવ્યાં છે, અને તે પછીના વર્ષો માટે કમીટી બાકી રહેલા તાલુકાના આમંત્રણ મંજુર રાખશે. જો કોઈ તાલુકે, નક્કી કરેલા વર્ષમાં જનરલ કમીટી બોલાવી ન શકે તેવું અણધાર્યું સબળ કારણ બને તો તે તાલુકાએ દેશાવરી મહાજનની ઓફિસે ખબર આપવાથી માગણીવાળા બીજ તાલુકાના ગામે જનરલ કમીટી બેલાવાશે અને એવી અડચણવાળા તાલુકામાં બીજે વર્ષે કમીટી મળશે.
(૧૮) દેશાવરી મહાઝન કમીટી ધારાધોરણને અનુલક્ષી આવેલી અરજીઓ અને હકીકતેને નીકાલ લાવશે. તે ઉપરાંત જે ધારાધોરણની સુધારણ કરવાની જરૂર હોય અથવા કેઈ મહત્ત્વની વિચારણા કરવાની અગત્ય ઉભી થઇ હોય તો દેશાવરી મહાઝન કમીટી મળવાની મિતિથી એક મહીના અગાઉ તે હકીકતને એજન્ડા કાઢવામાં આવશે કે જેથી તેના અંગે પ્રતિનિધિઓ પોતપોતાના તાલુકાની જરૂરી સલાહ મેળવી શકે. ' (૧૯) શ્રીગેહલવાડ વીશાશ્રીમાળી મહાઝન કમીટીના પ્રતિનિધિઓ પૈકી કઈ પણ પ્રતિનિધિના અભાવે કઈ જગ્યા ખાલી પડે, કે ખાસ કારણસર નામને ફેરફાર કરવાની જરૂર જણાય તે તેવી ખાલી પડેલી જગ્યા તે તાલુકાએ બે માસની અંદર ચુંટણી કરીને પુરાવી લેવી અને જે તેવી ખાલી પડતી જગ્યા વખતસર પુરાવામાં ગફલત થાય છે તેવી ખાલી પડેલી જગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com