________________
[ ૫૬ ] વિગેરેની કન્યા લઈને બહાર ગામ જઇ વાણીયાની દિકરા તરીકે પરણાવી આવે છે. તેવાઓને તેની જીદગી સુધી નાત બહાર રાખવા, અને તેની સાથે કન્યા લેવા દેવાને વ્યવહાર કાયમને માટે બંધ રાખવે.
(૧૭૧) વેશવાળ કરતી વખતે પૂરતની રકમ એલવી નહિ, અને લગ્નને ખર્ચ આપવા સંબંધી પણ કન્યાવાળાની કબુલાત વરવાળાએ લેવી નહિ.
(૧૭૨) કન્યાને સામે પરણાવવા લઈ જવાને પ્રતિબંધ કરવામાં આવે છે.
(૧૭૩) આ ધારામાં વરવાળા તથા કન્યાવાળાને આપવા અપાવવાની છે જે બાબત ઠરાવેલી છે તે કરતાં બંને પક્ષકારોની સંમતિથી જે કાઈ ઓછું લે તેને માટે આ ધારાથી કાંઈ પણ પ્રતિબંધ થતું નથી. આ ધારે માત્ર વધારે લેનાર દેનારને માટે પ્રતિબંધકર્તા છે.
(૧૭૪) આ ધારામાં ખાસ કારણસર કાંઈ પણ સુધારે યા વધારે કરવાની યા કઈ પણ બાબત રદ કરવાની જરૂર જણાય તે દેશાવરી મહાજન કમીટી તેમ કરવા મુખત્યારે છે.
પ્રકરણ ૯ મું.
સજા પ્રકરણ પરછલ્લામાં તથા પરજ્ઞાતિમાં કન્યા દેનારને ઇન્સાર કરવા બાબત
(૧૭૫) આપણી મુકરર કરેલી સરહદ બહાર જે કોઈ પણ માણસ પોતાની દિકરીને કેરીઉતાર આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com