________________
[ ૬૧ ] તે રકમ ઉપરાંત બીજા તેટલાજ રૂપીઆ સુધી દંડના લેવાને તે ગામની નાત મુખત્યાર છે.
(૧૯૧) આણ પ્રસંગે તેમજ સીમંત પ્રસંગે લુગડા આપવાનો જે ઠરાવ કર્યો છે તે કરતાં વધારે લુગડાં મુકશે તેને રૂા. ૨૫ સુધી દંડ કરવા નાત મુખત્યાર છે.
(૧૨) ૪૫ વર્ષની ઉમર ઉપરાંતને કોઈ પણ શસ કન્યા લાવે તો તેના રૂા. ૫૦૧)તથા કન્યાના બાપ ના રૂા. ૫૦૧) દંડના લીધા પછી જ્ઞાતિએ તેઓને લગ્નની પરવાનગી આપવી, અને વરને તથા કન્યાના બાપને એક એક વર્ષ જ્ઞાતિબહાર રાખ્યા બાદ જ્ઞાતિમાં લેવા.
(૧૩) આ પ્રકરણમાં જે જે બાબતેને માટે ખાસ શિક્ષા ઠરાવવામાં આવી નથી તેવી તમામ બાબતેમાં જે ઠરાવ કરેલો છે તેથી વિરૂદ્ધ કરનારને તે તાલુ કાની નાત ચોગ્ય શિક્ષા કરવા મુખત્યાર છે.
આ ધારે સ. ૧૯૮૯ ના વૈશાક વદી ૨ થી રાળા મુકામે મળેલા શ્રી ગેહલવાડ
દેશાવરી જ્ઞાતિ સંમેલનમાં સર્વાનુમતે પસાર કરવામાં
આવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com