________________
[ ૬૦ ] અથવા તેના તાબાના ગામમાં જઇને રહે તો તેને પ્રથમના તાલુકાવાળાએ કરેલી શિક્ષાને અમલ તે તાલુકાવાળાએ તેવીજ રીતે કરો અને દંડ વસુલ થાય તે પ્રથમ શિક્ષા કરનાર તાલુકાને આપો.
(૧૮૬) જે તાલુકામાં રહીને ઉપર જણાવેલ ગુન્હેગારે એ ગુન્હ કર્યો હોય તે તાલુકાવાળાએ તેને ઠરા
વ્યા પ્રમાણે શિક્ષા કરવી અને બધા તાલુકાને ખબર આપવા. દંડને હક્ક તે તાલુકાને સમજવો. પરચુરણ ગુન્હા સંબંધી
(૧૮૭) સમુરતાં, લગ્ન, આણું વગેરે જે જે બાબતેમાં માણસે લઈ જવાની સંખ્ય મુકરર કરવામાં આવી છે તે તે બાબતેમાં ઠરાવ કરતાં વધારે માણસે જેની તરફથી લઈ જવામાં આવે તેના દરેક માણસ દીઠ રૂા. ૨) ત્યાંના મહાજને લેવા. ' (૧૮૮) વેશવાળ સંબંધી લુગડાં ચડાવવાના કરેલા ઠરાવ ઉપરાંત જે કંઈ વધારે કિંમતનાં લુગડાં આપશે તેને રૂા. ૨૫) સુધી દંડ કરવામાં આવશે.
(૧૮૯) વરણામાં મૂકવાનાં લુગડાં તથા ઘરેણાંના ઠરાવની ઉપરાંત જે ઇલુગડું તથા ઘરેણું મૂકશે તેને રૂા. ૧૦૦) સુધી દંડ કરવા નાત મુખત્યાતર છે..
(૧૦) લગ્નપ્રસંગમાં તેમજ બીજા દરેક પ્રસંગમાં રૂપીઆની જે જે રકમ આપવા લેવાનું ચેસ ઠરાવ્યું છે તે કરતાં જે શમ્સ વધારે રૂપીઆ લેશે તેની પાસેથી તેણે લીધેલા રૂપીઆ તેના સામાવાળને પાછા અપાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com