________________
[ ૫૩] કે તે કન્યાને તે વર સાથે પરણાવવી વ્યાજબી નથી તે તે વરને કન્યા છાડી દેવાની મહાજન ફરજ પાડી શકે અને કન્યાવાળે તે વરને ત્યારે જ છેડી શકે.
(૧૫૭) ઉપર જણાવ્યા પ્રમાણે કન્યાને છુટકારે થયા પછી કન્યાવાળાએ તે કન્યાને વરના બાપના ગામમાં કે વરના મોસાળના ગામમાં પરણાવવી નહિ, તેમજ કન્યાની ઉમર કરતાં દશ વર્ષથી વધારે ઉમરવાળા વરને પરણાવવી નહિ.
(૧૫૮) આવી રીતે કન્યાને છુટકારો થાય ત્યારે પ્રથમના વર તરફથી કન્યાને જે ઘરેણું વગેરે કંઈ અપાયું હોય તે તે વરવાળાને કન્યાવાળા પાસેથી મહાજને અપાવવું અને તે ઉપરાંત રૂા. ૧૦૧) કે મહાજનને યોગ્ય લાગે તેવરવાળાને અપાવવા. અને રૂ. ૨૫) કન્યાવાળા પાસેથી જીવદયામાં અપાવવા.
(૧૫૯) વેશવાળ કર્યા અગાઉ વરમાં ઉપર જણાવ્યા મધ્યેને કઈ પણ પ્રકારનો દોષ હોય અને જીણીબુઝીને કન્યાવાળાએ વેશવાળ કર્યું હોય, તો તે બાબતમાં પાછળથી કન્યાવાળાની ફરિયાદ સાંભળવી નહિ, પરંતુ ફરેબના કારણથી એવું વેશવાળ થયું હોય અને પાછળથી કન્યાવાળાના સમજવામાં આવે તો, તેણે તે તાલુકાના મહાજનની પાસે અરજ કરવી; અને મહાજને તે બાબતને પોતાની મરજીમાં આવે તે ઈન્સાફ કર.
(૧૬) આવા પ્રસંગમાં નાના તાલુકાવાળાઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com