________________
[ ર૫ ] (૩૫) આપણી જ્ઞાતિના કેઈ પણ શબ્દે પોતાની કન્યા ૫ વર્ષની ઉપરાંતના મરદને આપવી નહિ. તેમજ ૪૫ વર્ષથી મોટી ઉમરના શખ્સ પરણવું નહિ છતાં જે તે સંબંધ કોઈ કરશે તો તે વર-કન્યા અને તેના સહાયક ગુન્હેગાર ગણશે.
(૩૬) સમુરતામાં લુગડાં ઘરેણું નીચેની વિ. ગતે કરવું
સાડ અથવા ચુંદડી એક, ઘાઘરા એક રેશમી, પિાલકાં , તેમાં એક રેશમી ભરેલું તથા એક સાદું
ઉપર પ્રમાણે લુગડાં ચાર રૂા. પચાસ સુધીમાં લેવાં. તેથી વધારે લેવા-દેવા નહિ. તે ઉપરાંત નાડી એક રેશમી, સુખડી શેર સવા પાંચ, સાકર શેર અઢી તથા રૂા. ચાર નીચેની વિગતે રોકડા આપવા. (રૂા. ૨) જુવારના રૂા. ૧) ચુંદડીને છેડે રૂા. ૧) કન્યાના હાથમાં મળીને કુલ રૂ. ચાર.) આ ઉપરાંત વરવાળાએ મેણાંના રૂા.બેથી ચાર સુધી આપવા. તેથી વધારે આપવા-લેવા નહિ.
(૩૭) ઘરેણમાં ચુ બે મઢેલી આપવી અને એકંદર વેશવાળ ક્યથી પરણેતર સુધીમાં કન્યાને ઘરેણું રૂા. ત્રણસોથી પાંચસો સુધીનું કરવું. તેથી વધારે કોઈએ કરવું-કરાવવું નહિ.
(૩૮) સમુરતાની શીખમાં કન્યાવાળાએ રૂા. ચાર આપવા.
(૩૯) સમુરતાનાં લુગડાં વધાવતી વખતે સાકર કે ખાંડ વહેંચવી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com