Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 10
________________ કમીટીમાં નીચેના સભ્યોની ચુંટણી કરવામાં આવી. નગરશેઠ વનમાળી બેચરભાઈ-પાલીતાણા. વોરા ખાંતિલાલ અમરચંદ–ભાવનગર. શા વનમાળી ગંભીરદાસ–મહુવા. મહેતા કરશનદાસ ગુલાબચંદ–વળા. શેઠ ડુંગરશી મુળજી– કુંડલા. શેઠ કેશવજી ઝુંઝાભાઈ તળાજા. શા મગનલાલ ગાંડાભાઈશહેર. મહેતા મંગળજી માણેકચંદ–અમરેલી. શા ગુલાબચંદ હકમચંદ–રંઘોળા. છેલ્લી ઘડીએ ખબર મળે છે કે શ્રી ચીત્તળ મહાજને શા વીરચંદ પાનાચંદની અરજી સાંભળી તેમને સંબંધ જારૂ કર્યો છે. તેમજ શા માણેકચંદ પાનાચંદની દેશાવર જેગ અરજી આપવાનું જણાવે છે તેથી ઉપરોક્ત કમિટિ મેળવવાનું મેકુફ રાખેલ છે. શ્રી ભાવનગરની આપણી જ્ઞાતિ પૈકી પાંચ વર્ષ અગાઉ પોરવાડના ઘરને સંબંધ જોડવાથી વિભક્ત થઈ ગયેલ પક્ષના પ્રતિનિધિ તરીકે શેઠ ગીરધરભાઈ આણંદજી તથા દેશી છવરાજભાઈ ઓધવજીએ સંમેલનમાં આવીને જણાવ્યું કે અમારા પક્ષે જ્ઞાતિના વિરેાધક ઠરાવ ખેંચી લીધા છે અને અમને પ્રતિનિધિ તરીકે ચુંટીને કુલ સત્તા સાથે સમાધાન માટે અહીં મેકલ્યાં છે, તે અમારી પરિસ્થિતિ ખ્યાલમાં લઈને અમને સંતોષ આપશે તેમ આશા છે. આ બાબતમાં દેશાવરી મહાજન જે નિર્ણય કરે તે અમારે કબુલ છે. - આ વિનંતિ ઉપરથી સંમેલને તેમના માટે યોગ્ય વિચારણા કર્યા બાદ ઠરાવ્યું કે જે પોરવાડેને ભાવનગરવાળાએ ભેળવ્યા છે તે અધિકાર બહારને વિષય હોઈ, તે કામને દેશાવરી મહાજન મંજુર રાખી શકતું નથી, સબબ તેને ભાવનગર તાલુકા પુરતા પણ ભેળવેલા ગણવાના નથી; પણ ભાવનગરના પિરવાડપક્ષવાળા તેની સાથે વહેવાર રાખવા માગે છે તેમને તેમ કરવાની મુખત્યારી છે. " ઉપરને ઠરાવ કરીને સાથે સાથે અત્યાર અગાઉ તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92