Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 12
________________ આ ઉપરાંત શીહારવાળા શા. હીરાચંદ ગોરધન, પાલીતાણા વાળા શા. પરશોતમ બેચર, ખડકાવાળા શેઠ અમરચંદ નારણ, હાથસણુવાળા દોશી ઠાકરસી માણેકચંદ, દાણાવાળા શેઠ દીપચંદ કુશળચંદ, શ્રી શીતળ તથા બાબરા મહાજન, દેવગાણાવાળા શા. ભીમજી લાલચંદ વગેરે તરફથી અકેક ટંક ચા નાસ્તો, સરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે બાકી રહેલાં બે દિવસના જમણ અને બે ટંક ચા નાસ્તાનું શ્રી રઘળા વગેરે બાર ગામના મહાજનશ્રી તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંમેલનના પ્રમુખને માર મારે શીરે મુકીને મને આભારી કર્યો હતો, અને વિશેષમાં માનપત્રના વિવેકથી મારી જવાબદારીને દ્વિગુણુ વધારી હતી તે માટે આ તકે શ્રી દેશાવરી મહાજનને તેમજ એ મેળાવડાના પ્રમુખ શ્રીમાન જીવરાજભાઈ ઓધવજી દેશી B. A. LL B. એ મારા તરફ જે સદ્ભાવ દાખવ્યું હતું તે માટે દરેકને ઉપકાર માનવાની તક લઉં છું. સ્વાગતાધ્યક્ષ શેઠ ગુલાબચંદ હકમચંદ અને શ્રી રંઘોળા વગેરે બારગામના ઉત્સાહી ભાઈઓએ સંમેલનને કરેલ આમં ત્રણ અને સેવાસુશ્રુષાના સ્મરણચન્હ તરીકે દેશાવરે માનપત્રની ઉત્સાહપ્રેરક નવાજેશ કરી હતી તેને નોંધ લેતાં આનંદ થાય છે. સંમેલનના કામકાજમાં સતત શ્રમ લઈને સલાહસુચના કરવામાં શેઠ ડુંગરશી મુળજી કુંડલાવાળા, શેઠ ખાંતિલાલ અમરચંદ ભાવનગરવાળા, રા બેચરભાઈ ગાંડાભાઈ પાલીતાણાવાળા, શા. વનમાળીદાસ ગંભીર મહુવાવાળા, મહેતા કરશનદાસ ગુલાબચંદ વળાવાળા, મહેતા મંગળજી માણેકચંદ અમરેલીવાળા, દેશી જેચંદ માણેકચંદ કંડલાવાળા, શા. પુરૂષોત્તમ ગીગાભાઈ ભાવનગરવાળા, શેઠ કેશવજી ઝુંઝાભાઈ તળાજાવાળા વગેરે ઘણા ભાઈઓએ ખંતભરી જે કાળજી દર્શાવી છે તે માટે તેમને આભારી છું. તેમજ દરેક તાલુકા અને પેટા ગામોમાંથી પધારેલા ભાઈએ શાંતિભર્યો સહકાર આપીને કામની સરલતા કરી આપી હતી તે માટે માન ઘટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92