Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran Author(s): Gohelwad Visha Shrimali Mahajan Publisher: Gohelwad Visha Shrimali Mahajan View full book textPage 6
________________ વ્યવહાર માટે સ્પષ્ટ વિચારણા કરવામાં આવી હતી, જેથી ભવિબમાં કામકાજની નિયમીતતા જાળવવામાં અનુકૂળતા વધશે. આ ઉપરાંત સમગ્ર જ્ઞાતિની સંયુક્ત હકુમતના કામે લંબાયા ન કરે, અને કાયદાનું વ્યવસ્થિત પાલન થઈ શકે તે માટે આ પ્રસંગે સ્વરાજ્યના વિશાળ ધોરણે નાનામોટા દરેક તાલુકા અને તાબાનાં ગામના પ્રતિનિધિત્વવાળી શ્રી ગોહિલવાડ દેશાવરી વીસાશ્રીમાળી મહાઝન કમીટીની યોજના કરવામાં આવી છે, અને તેનું કાર્ય નિયમિત થઈ શકે તે માટે દેશાવરી મહાગનની કાયમી ઓફીસ ખોલવા અને દરવર્ષે કમીટીની જનરલ મીટીંગ મળે તે પ્રબંધ કરવામાં આવ્યું છે, જે કાયદા અને વ્યવસ્થાને સંભાળવામાં મદદગાર થઈ પડશે. જ્ઞાતિની ઉન્નતિ જળવાય અને ભાવી વિકાસ થતું રહે તે માટે આ સંમેલનમાં શ્રી ગેહલવાડ વિશાશ્રીમાળી જ્ઞાતિ હિત વર્ધકખાતું સ્થાપવામાં આવ્યું છે. આ ખાતાને ઉદ્દેશ જ્ઞાતિના બાળકને કેળવણીમાં આગળ વધવાને સગવડ આપવા, વિધવા બહેનની આજીવિકા અને સુરક્ષિતતા સાચવવા, તેમજ જ્ઞાતિ ભાઈઓના વિકાસ માટે સગવડના પ્રમાણમાં લેન ધીરવાને છે, અને તેવી સર્વે હકીકતથી વાકેફ રહેવાને જ્ઞાતિની ડીરેકટરી તૈયાર કરવાને પણ વિચાર કર્યો છે, કે જેથી આ વિશાળ ઘળમાં પરસ્પર પરિચય વધશે અને પરિસ્થિતિથી વાકેફ થતાં યાતિ વિકાસનું કાર્ય સરલ થઇ શકશે. જ્ઞાતિહિતવર્ધક ખાતાની કાર્યવાહી એટલી વિશાળ અને આવશ્યક છે કે તેને પહોંચી વળવાને આ ખાતાને નિયમીત પોષણ મળે તેજ કાર્યની સંગીનતા જળવાઈ શકે, તેથી સંમેલનમાં આ પ્રશ્ન ઉપર વિચાર કરવામાં આવ્યે હતા અને તેમાં છુટા હાથે સખાવત કરવાને લાગણવાળા ભાઈઓ તૈયાર હતા. તેમજ ઘરદીઠ સાધારણની યોજના પણ રજુ થઈ હતી. પરંતુ જ્ઞાતિના દરેક ભાઈઓને હિત-સંબંધ ધરાવનારા આ ખાતાને નિયમીત પોષણ મળે તેવી વૈજનાથી કાર્યની શરૂઆત કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 92