Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran Author(s): Gohelwad Visha Shrimali Mahajan Publisher: Gohelwad Visha Shrimali Mahajan View full book textPage 5
________________ સહાનુભૂતિ આપવાની ખંત દશાવતાં આ માગણી સ્વીકારવામાં આવી. આ સંમેલન ખાસ જ્ઞાતિ બંધારણ અને ધારાધોરણની સુધારણા માટે બોલાવવાનું હતું, તેથી તેમાં હિતસંબંધ ધરાવનાર દરેક તાલુકા તથા તાબાનાં ગામને, તેમજ ધંધા અર્થે દેશાવરમાં વસતા ઉત્સાહી જ્ઞાતિ ભાઈઓને પણ સંમેલનમાં ભાગ લેવાને ખબર આપવાની કાળજી રાખવામાં આવી હતી. આ પ્રમાણે રંઘોળા મુકામે સં. ૧૯૮૯ ના વૈશાક વદિ ૨ ગુરૂવારથી ખાસ ઉભા કરવામાં આવેલા સમીયાણામાં સંમેલનનું કામ શરૂ થયું, જેમાં વિશે તાલુકાના આગેવાન કાર્યવાહક, તેમજ તાબાના ગામમાંથી અને બહારગામ રહેતા ઉત્સાહી જ્ઞાતિ ભાઈઓ મળીને પાંચસેથી વધારે પ્રતીનિધિઓની બહોળી હાજરી હતી. એટલું જ નહિ પણ બેંગલર, આકેલા, પૂના, મુંબઇ, અમદાવાદ વગેરે બહારગામ વસતા જ્ઞાતિભાઈઓ અને મંડળો તરફથી, તેમજ જુનાગઢ, ધોરાજી વગેરે સૌરાષ્ટ્રના તાલુકા મહાઝન તરફથી સહાનુભૂતિના મોટી સંખ્યામાં તાર–પત્ર મળ્યા હતા. સંમેલનનું કામકાજ અઠવાડીઆ સુધી ચાલ્યું અને તેમાં સવાર, બપોર ને રાત્રીની ચાલુ બેઠકે ભરીને બંધારણ તથા ધારાધારણની એકેક કલમ વાંચી-વિચારી, છુટથી ચર્ચા કરવા પછી પસાર કરવામાં આવતી હતી. તેમજ બંધારણને અંગે બહારગામથી આવેલા સુચનાપત્રના તારણ ઉપર યોગ્ય વિચારણું કરીને આ ધારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. અને તે સં. ૧૯૮૯ ના અશાડ શુદિ ૨ થી અમલમાં આવ્યું છે. આ સંમેલનમાં જ્ઞાતિના અનુભવી, ઉત્સાહી અને કાર્યદક્ષ આગેવાની સંપૂર્ણ હાજરી હોઈને જ્ઞાતિ બંધારણ અને ધારાધોરણ પસાર કરવા બાદ મજીયારા તાલુકા અને તેમનાં તાબાનાં મજીયારા ગામના વહીવટની સમજણપૂર્વક ચોખવટ કરવામાં આવી હતી. તેમજ તાલુકા મહાઝનના કામકાજ, હકક-હકુમત તથા પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 92