________________
(ગ) બલિ-પિંડ લેવાને માટે જે દેવને મેરુની ચૂલિકાથી જેબૂદીપના વિજયદ્વાર સુધી આવવાનું હોય છે, તેઓએ લગભગ ૧,૧૨,૨૦૦ યોજનાનું અંતર કાપવું પડે છે. આટલું અંતર ઓછામાં ઓછી એક ચપટી વાગે તેટલી વારમાં જ કાપી લેતા હશે, જયારે કેટલાક એવી દિવ્ય ગતિવાળા દેવ છે જે એક ચપટી વાગે તેટલી વારમાં જ આખા જૈબૂદ્વીપની પરિક્રમા કરી લે છે. અર્થાતુ બલિ-પિંડ પકડનાર દેવ કરતાં એક ચપટી વાગે ત્યાં જ ત્રણ ગણું અંતર કાપી લેતાં હોય છે. કેટલાક દેવ એવી દિવ્યગતિવાળા પણ છે જે ત્રણ ચપટી વાગે તેટલી વારમાં એકવીસ પરિક્રમા કરી લે છે. હવે આ વિષય વિચારણીય છે કે ઉક્ત કલ્પના દ્વારા લોકનો અંત મેળવવા માટે આવી દિવ્યગતિવાળા દેવોની ગતિનું ઉદાહરણ કેમ આપવામાં આવ્યું નથી ?
(ઘ) ઉક્ત કલ્પનામાં લોકનો અંત મેળવવા જનાર દેવ લગભગ આઠ હજાર વર્ષમાં પણ લોકનો અંત પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે તીર્થંકરભગવાનના જન્માભિષેક જેવા મહોત્સવમાં અચ્યતેન્દ્ર વગેરે આવે છે ત્યારે તેઓ એક મુહૂર્ત(લગભગ ૪૮ મિનિટ)માં પોણા ચાર રજુનું અંતર કાપે છે. જો (અસત્કલ્પના દ્વારા)અય્યતેન્દ્રલોકનો અંત મેળવવા માટે તીવ્રતમ ગતિથી ચાલે ત્યારે લગભગ ચાર મૂહૂર્તમાં લોકના અંત સુધી પહોંચી શકે છે. આથી આઠ હજાર વર્ષ સુધી લોકનો અંત ન મેળવી શકવો એ અવશ્ય વિચારણીય છે.
(ડ) ભગવાન મહાવીરના શરણનો સ્વીકાર કરીને ચમરેન્દ્ર શક્રેન્દ્રને અપમાનિત કરવા માટે સૌધર્મ દેવલોક સુધી ગયો. અને વજૂના મારથી બચવા માટે તે ત્યાંથી પાછો ફરી ભગવાન મહાવીરની પાસે પહોંચ્યો. શક્રેન્દ્ર પણ વજૂને પકડવા માટે તીવ્રગતિથી ચાલ્યાં. પ્રસ્તુત પ્રસંગમાં અમરેન્દ્ર લગભગ દોઢ રજુ ગયો અને આવ્યો, જ્યારે શક્રેન્દ્ર માત્ર દોઢ રેન્જ આવ્યા. અમરેન્દ્રને આવવા-જવામાં વધુમાં વધુ એક મુહૂર્ત સમય લાગ્યો હોય. ત્યારે ઉક્ત અસત્કલ્પનામાં દેવ લોકાન્ત સુધી આઠ હજાર વર્ષમાં પણ નથી પહોંચી શકતા, તેથી આ સમયાવધિ વિચારણીય છે.
(૩) એક રજ્જુના ઓપમિક પરિમાણ સંબંધિત નિમ્નલિખિત તથ્ય વિચારણીય છે(ક) એક રજૂનું જે પમિક પરિમાણ દર્શાવ્યું છે એ હિસાબે ઉક્ત ભારવાળો લોઢાનો ગોળો સાત વર્ષ, ત્રણ માસ અને આઠ દિવસમાં ચૌદ રજુનું અંતર પાર કરી શકે છે. જયારે ઉક્ત અસત્કલ્પનામાં તીવ્રતમ ગતિવાળા દેવ પણ આઠ હજાર વર્ષમાં લોકાન્ત સુધી પહોંચી શકતાં નથી. એનો ફલિતાર્થ એમ થયો કે લોઢાના ગોળાની ગતિ કરતાં પણ દેવતાઓની ગતિ મંદ છે, પરંતુ જયારે દેવતાઓની ગતિ કરતાં લોઢાનાં ગોળાની ગતિ મંદ હોવી જોઈએ. શિક્રેન્દ્રની ગતિ કરતાં વજૂની ગતિ મંદ રહેલી છે.” આ તથ્ય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં વર્ણવાયેલું છે.
(ખ) એક રજુનું આ ઔપમિક પરિમાણ જૈનતત્ત્વપ્રકાશ” (સ્વ. પૂજ્ય શ્રી અમોલક ઋષિજી મ. લિખિત) માં આપવામાં આવ્યું છે. પરંતુ ક્યાં ગ્રંથમાંથી ઉદ્દધૃત કરવામાં આવ્યું છે તે અજ્ઞાત છે. જો તે કોઈ પ્રાચીનગ્રંથમાં હોય તો તે અવશ્ય વિચારણીય છે.
(ગ) આધુનિક વૈજ્ઞાનિકોની આ એક માન્યતા છે કે- લોઢાનો ગોળો એક મણ વજનનો હોય કે પછી હજાર મણ વજનનો હોય, પરંતુ કોઈ નિર્ધારિત ઊંચાઈ પરથી ફેંકવામાં આવે તો તે હંમેશા સમાન ગતિથી જ પડે છે. એક કલાકમાં લોઢાની ગતિ ઉપરથી નીચેની તરફ માત્ર ૭૮ હજાર ૫૫૨ માઈલની જ હોય છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં આ ગતિ આધુનિક વૈજ્ઞાનિકોએ માનેલી છે. જો વિજ્ઞાનસમ્મત લોઢાના ગોળાની ગતિનો આધાર લઈને એક રજુનું પરિમાણ કાઢવામાં આવે તો તે આવી રીતે મળશે- જેવી રીતેછમાસ, છ દિવસ, છ પ્રહર અને છ ઘડીના ૪૪૮૪ કલાક અને ૨૪ મિનિટ થાય છે. આટલા સમયમાં લોઢાનો ગોળો ૩૫ કરોડ, ૨૨ લાખ, ૫૮ હજા૨ અને ૫૮૯ માઈલનું અંતર કાપી લેશે. આ એક રજ્જુના માઈલ થયા. આવી રીતે ચૌદ રજ્જુના ૪ અરબ,
૪૩ માઈલ થાય. લોઢાના ગોળાની ગતિથી લોકનો વિસ્તાર એટલો જ થાય છે. પરંતુ આ લોકનો વિસ્તાર સર્વથા અસંગત છે.
. (ઘ) તોલમાં મણ'ની સંજ્ઞા ક્યા યુગથી નિર્ધારિત કરવામાં આવી છે? એનો ઐતિહાસિક દ્રષ્ટિએ નિર્ણય થવો જરુરી છે. કારણ કે- રાજાઓના શાસનકાળમાં તોલમાં 'મણ’ પ્રચલિત હતો.
(ડ) આગમકાળમાં મણ' તોલમાપમાં પ્રચલિત ન હતો, તેથી આ મધ્યકાલીન તોલમાપ છે, છતાં પણ આ સંબંધિત શોધ કાર્ય થવું આવશ્યક છે.
કાલ-લોક :
આ લોક (વિશ્વ) સાત્ત છે કે અનન્ત ? આ એક પ્રશ્ન છે એનું સમાધાન વૈદિક-પરંપરામાં આ રીતે કરવામાં આવેલું છે"વિશ્વની (આદિ) શરૂઆત પણ છે અને અંત પણ છે. અર્થાત્ સૃષ્ટિનું સર્જન અને સંહાર બન્ને હોય છે.” જૈનદર્શન આનું LLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLL LA 22 MA CLLLLLLL
www.jainelibrary.org
Jain Education Intemational
For Private & Personal Use Only