________________
૧૭
તથા ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિમાં પણ બીજાં શાસ્ત્રોમાંથી ઘણા પાઠો લીધેલા જણાય છે. તે આ સંસ્કરણમાં બધા સ્પષ્ટ રીતે જુદા પાડી બતાવાયા નથી. તે જુદા પાડી બતાવવા જરૂરી ગણાય.
ઉપરાંત, શ્રી આગમોથી માંડીને, શ્રીપૂર્વાચાર્ય મહારાજાઓના અનેક શાસ્ત્રગ્રંથોમાં આ વિષયને લગતી બાબતોના પાઠો, સમજ પડે તેવી રીતે પાછળ પરિશિષ્ટમાં બતાવવા જરૂરી ગણાય
જેથી આ વિષયની રજૂઆત બહુ જ સારી રીતે થઈ ગણાય. જો કે આ સંસ્કરણમાં તે દિશામાં થોડા પ્રયત્નો દેખાય છે. પરંતુ તે પૂરાં થાય તો યોગ્ય ગણાય. તેમ છતાં ચાલુ વ્યવહારમાં આ બાબતો ટૂંકમાં સમજવા માટે ગ્રંથ ઘણો જ ઉપયોગી છે, તેમજ સહાય કરનાર છે, તેમાં બે મત નથી.
ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિની રચના લગભગ ૯૦૦ શ્લોકમાં સમાવી અતિસંક્ષેપ કર્યો છે, છતાં ઘણું ઘણું સમજાવી દીધું છે. ૧૧. ગ્રંથનું નામ :
“જૈનશાસન - ધર્મદ્રવ્યવ્યવસ્થા - વિચારસપ્રતિકા” આ નામથી ગ્રંથનો વિષય સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. પરંતુ તેને ટુંકાવી “વ્યસપ્તતિક” નામ રાખવામાં આવ્યું છે. ૧૨. ધર્મક્ષેત્રમાં આજની ઈરાદાપૂર્વકની અન્યાયપૂર્ણ ડખલો
(1) સંતશાહી જૈનશાસનને બદલે તેમાં અસૈદ્ધાંતિક લોકશાસનની વિનાકારણ દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. પરંપરાગત શ્રી સંઘના અધિકારોના બદલે (2) પબ્લિક ટ્રસ્ટ એકટના કમીશનર તથા આડકતરી રીતે રાજ્યનાં બીજાં ખાતાંઓની અને અમલદારોની દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. (3) પાંચ આચારમય ધર્મકાર્યમાં વાપરવાને બદલે બીજાં દુન્યવી કાયમાં વાપરવા આ મિલકતો તક મળે લઈ જવાના આદર્શો અને દૂરગામી ઉદ્દેશો રાખવામાં આવે છે. (4) બહારના દેશના અમુક જ લોકોના હિતના આદર્શોના કાયદાને મુખ્ય સ્થાન આપ્યા બાદ શાસ્ત્રાજ્ઞાઓને સ્થાન આપવાની કામચલાઉ નીતિ રખાયેલી છે. જેથી શાસ્ત્રાજ્ઞાઓ બાધિત થતી રહે છે અને (5) ધાર્મિક મિલકતો જૈન ધર્મની છતાં, તેને જાહેર જનતાની મિલકતો ગણાવી. તેને આધારે રાજ્યતંત્રની સરકારો પોતે પોતાનો કબજો અને ગર્ભિત માલિકી તેના ઉપર માની, વહીવટ ચલાવરાવતા હોય છે ને બીજી ઘણી ડખલો પ્રવેશાવાતી હોય છે. તેની વિગતવાર સમજ લંબાણના ભયથી અહીં આપી નથી.
આથી વિશેષ અન્યાયના, જુલ્મના બીજા દાખલા મળવા સંભવિત જણાતા નથી. આવું કદી ગતમાં બન્યું નથી. રાજ્યતંત્ર નોકરી કરતા ચોકિયાતની જેમ રક્ષણમાં સહાયક થઈ શકે છે પરંતુ દરમ્યાનગીરી કે થોડી પણ માલિકી ન સ્થાપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org