________________
લગતો નથી, જેથી કેટલેક અંશે નિરસ વિષય લાગશે પણ કાયદાના પુસ્તકની માફક આમાં પણ વ્યવસ્થિત રીતે ગૂઢ વાતો બતાવવાનું લક્ષ્ય છે. વ્યાખ્યાઓ, પારિભાષિક શબ્દો, ભેદો, પેટા ભેદો, ઉત્સર્ગ અપવાદ, અપવાદને પણ અપવાદ, વિધિ, નિષેધ, વિકલ્પ, શાસ્ત્ર પ્રમાણો, યુક્તિ, ઉપપાદાન, સાબિતીઓ, પ્રમાણો વગેરે કોઈ પણ વિષયના રીતસર શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની રચના પ્રમાણેની રચના મળી આવે છે. ૮. આ વિષયની વિશાળતા :
જેમ શાસન-સંઘ-ધર્મ-તત્ત્વજ્ઞાન-પદાર્થ વિજ્ઞાન, શાસ્ત્ર, સ્યાદ્વાદ વગેરે વિષયો સાથે સંબંધ ધરાવતી બાબતો વિશાળ પ્રસ્થાન ધરાવે છે, તેમ આ વિષયનું નિરૂપણ પણ ખૂબ વિશાળ પ્રસ્થાન ધરાવે છે અને તેની સ્કૂલ સમજની માફક સૂક્ષ્મ સમજ પણ હોય છે. કેમ કે આમાં બતાવેલા દ્રવ્યના ભેદોમાં, બીજી રીતે, જેન ધર્મનાં બીજાં અંગો વગેરે સ્યાદ્વાદ દૃષ્ટિથી સમાવેશ પામતા હોય છે. તે તથા પ્રકારના ગુરુ મહારાજની સાન્નિધ્યમાં રીતસર અભ્યાસ કરવાથી સમજી શકાય તેમ છે.
દા.ત. દેવ-ગુરુ-ધર્મશાસ્ત્રમાં તથા ચાર પ્રકારના સંઘના ધર્મપ્રેરક દ્રવ્યમાં દરેકની સમાવેશ થઈ શકે તેમ હોય છે. શું બાકી રહે તેમ હોય છે ? તેથી જૈનશાસનની ધાર્મિક મિલકતોની વિસ્તૃત સમજમાં-શાસન-સંઘ-ધર્મશાસ્ત્રો, તથા મિલકતોની રક્ષા વગેરેના નિયમો વગેરેનો સમાવેશ થઈ શકે તેમ હોય છે. આટલી બધી વિશાળતા છે.
ગ્રંથકારે મુખ્યપણે વ્યવહારનય તથા વ્યવહારથી નિરૂપણ કરેલું છે. છતાં નિશ્ચયનયથી સમજવા જેવી બાબતો તરફ દુર્લક્ષ્ય રાખેલ નથી. ક્યાંક ક્યાંક એ દૃષ્ટિથી પણ નિરૂપણ કરેલું છે. ૯. મુદ્રિત આવૃત્તિઓ અને આ સંસ્કરણ :
આ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે જુદી જુદી રીતે બહાર પડેલો છે. છતાં. તે વાંચવો ને વિચારવો દુર્લભ રહ્યો છે.
તેથી જેમ બને તેમ આ સંસ્કરણ, વાંચવા-સમજવામાં સરળતા પડે, તેવી રીતે વિષયો છૂટા પાડીને છપાવવા કોશિશ કરી છે. પરિશિષ્ટો, અનુક્રમણિકા, પ્રસ્તાવના વગેરે પણ સરળતાથી ગ્રંથ સમજવામાં સહાયક થાય, તેવી કોશિશ કરી છે, એમ વાચકો બરાબર જોઈ શકશે.
ગ્રંથકારશ્રીએ પોતે જ લીધેલા જુદા જુદા શાસ્ત્ર, ગ્રંથો વગેરેનાં અવતરણો જેમ બને તેમ નામનિર્દેશ સાથે જુદાં જણાઈ આવે તેમ બતાવવા કોશિશ કરી છે. ૧૦. હજી વધારે વિશિષ્ટ સ્વરૂપનું સંપાદન જરૂરી છે :
છતાં કહેવું જોઈએ કે હજી આ ગ્રંથનું પુનઃસંપાદન એવું થવું જરૂરી જણાય છે, કે ગ્રંથકારોનાં દરેક અવતરણો, શાસ્ત્ર ગ્રંથાન્તરોના પાઠો વગેરેના પૂરાં નામ અને યોગ્ય સ્થળોના નિર્દેશો સાથે સંપાદનકાર્ય થવું જોઈએ.
૧દ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org