________________
રક્ષણ, (4) યથાયોગ્ય રીતે વહીવટી સંચાલન, (5) સંઘવર્ધન, યોગ્ય વિનિયોગ, યોગ્ય ઉપયોગ વગેરે વગેરે વિષેની તમામ કાર્યવાહી, જવાબદારી અને જોખમદારીપૂર્વક સંભાળવાની ફરજ તે કાળના, તે તે ક્ષેત્રના શ્રી સંઘની હોય છે. તે અનુસાર વર્તમાનકાળે વર્તમાન શ્રી સંઘની એ ફરજ છે. ૪. શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથનો વિષય :
તે ફરજ કેવી રીતે બજાવી શકાય ? કોણ બજાવી શકે ? તેમાં શી શી હરકતો ઊભી થાય ? હરકત કરનારાં કયાં તત્ત્વો હોય ? ફરજ બજાવવાથી શા ફાયદા ? કેવા કેવા બાહ્ય અને આંતરિક ફાયદા થાય ? કોણ તેવા ફાયદા મેળવી શકે ? વગેરે વગેરે વિષે ગર્ભિત રીતે નિશ્ચયનયની દૃષ્ટિપૂર્વકની વ્યવહારનયની દૃષ્ટિથી તથા શિષ્ટપુરુષોના લોક-વ્યવહારની દૃષ્ટિથી અને તાત્ત્વિક રીતે આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં જેમ બને તેમ સુયોગ્ય રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. કેમ કે શાસન, સંઘ, ધર્મશાસ્ત્રો અને ધાર્મિક સંપત્તિઓને લગતા અતિ ગહન વિષયો છે,
તથા, વ્યવહારનયની દૃષ્ટિથી તાત્ત્વિક રીતે સમજૂતી પૂર્વક આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં-સંક્ષેપમાં પણ સચોટ રીતે અને શાસ્ત્ર પ્રમાણ સિદ્ધ રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી નાનો છતાં આ ગ્રંથ ઘણો જ મહત્ત્વનો બની રહે છે. જેનશાસનનાં મહાતીર્થો, મંદિરો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, ચતુર્વિધ સંઘની ધાર્મિક આરાધનાઓમાં ઉપયોગી ઉપકરણો, સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાત્મક સાધનો, ધર્મશાળાઓ વગેરે વગેરે કરોડો-અબજોનું બાહ્ય મૂલ્ય ધરાવે છે તથા આંતરિક મૂલ્યની અપેક્ષાએ-અમૂલ્ય-અચિંત્ય મૂલ્ય ધરાવતા પદાર્થોરૂપ તે હોય છે.
ધાર્મિક સંપત્તિના પદાર્થોની પ્રાપ્તિ, સંગ્રહ, સંવર્ધન, ભક્તિભેટ, આત્મસમર્પણ, વહીવટસંચાલન, આત્માર્થી જીવોના આત્માના ઉત્કર્ષ માટે ઉપયોગી થાય તે રીતે આજ્ઞા અને વિધિપૂર્વક વિનિયોગ, વગેરેનું શાસ્ત્રીય પદ્ધતિસરનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી મળી શકે તેમ છે. પ. મહત્ત્વનો સમજવા જેવો પ્રશ્ન :
આ જગતમાં ધન વગેરેનો સંચય, વપરાશ, વહીવટ વગેરે બહારથી જો કે સાંસારિક કાર્યો ગણાય છે, પરંતુ તેમાં સમજવા જેવું એ છે કે સાંસારિક કાર્યો કે મોક્ષમાર્ગમાં સહાયક ધાર્મિક કાર્યો, એ બન્નેય મન-વચન-કાયાની બાહ્ય પ્રવૃત્તિઓથી થઈ શકે છે. બન્નેયમાં તેની જરૂર પડે છે.
કોઈને લાત મારવામાં પણ કાયાથી કામ લેવું પડે છે અને પૂજ્ય ગુરુ મહારાજશ્રીને વંદના કરવાનું કામ પણ શરીરથી જ થાય છે. એટલે કે કોઈ પણ કામ પછી તે સાંસારિક હોય કે ધાર્મિક હોય, પરંતુ તે બન્નેય પ્રકારનાં કાર્યો મન-વચન-કાયાની પ્રવૃત્તિ વિના શક્ય નથી.
૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org