________________
પ્રથમ આવૃત્તિનું પ્રાસ્તાવિક
૧. શ્રી શાસન સંસ્થા અને શ્રી સંઘ ઃ
સુયોગ્ય આત્માઓને મુક્તિ આપવામાં પ્રબળ સાધનરૂપ પાંચ આચાર રૂપ-સામાયિકમય-મોક્ષમાર્ગની-એટલે કે ધર્મની યોગ્ય જીવોને સુલભતા કરી આપવા માટે મહાવિશ્વવત્સલ મહાઅહિંસામય મહાકરુણાયુક્ત શ્રી તીર્થકર ભગવંતોએ જ તીર્થની, મહાશાસન સંસ્થાની સ્થાપના કરી છે, બીજા કોઈ કરી શકે નહીં, એવી મહાશાસન સંસ્થા હોય છે. એટલે કે સર્વ પ્રકારનાં વિધિવિધાનોપૂર્વકની વિશ્વની સર્વોત્કૃષ્ટ મહાધર્મશાસનસંસ્થાઓ સ્થાપી છે. તેનું મહાસંચાલન તે ધર્મમાર્ગના યથાશક્તિ આરાધના કરનારાઓમાંથી યોગ્ય અધિકારો સાથેના શ્રી ગણધર આદિ સુયોગ્ય મહાઅધિકારીઓ અને ભક્ત-સેવક-અનુયાયીઓ-યુક્ત શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તેને પ્રભુ જ સોંપતા હોય છે. તે પ્રમાણે, પોતાના શાસનનું સંચાલન અંતિમ તીર્થકર ભગવંત પરમાત્મા શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ વૈશાખ સુદિ ૧૧ને દિવસે જ પોતે સ્થાપેલા શ્રી ચતુર્વિધ સંઘને સોંપેલું છે, જેમાં મુખ્ય (1) ગૌતમગોત્રીય શ્રી ઈદ્રભૂતિ પહેલા મહા શ્રમણ ભગવંત મુખ્ય હતા. (2) બાળ બ્રહ્મચારિણી મહાઆર્ય શ્રીમતી શ્રમણી ભગવતી શ્રી ચંદનબાળાજી હતાં. એ જ પ્રમાણે (3) મુખ્ય શ્રાવક શ્રી શંખ અને (4) મુખ્ય શ્રાવિકા શ્રી રેવતીજી હતાં. તે શ્રી સંઘ અને શ્રી શાસનની મૂળ પરંપરા આજ સુધી ચાલી આવે છે. ૨. શ્રી જૈનશાસનની ધાર્મિક ભક્તિઃ
એ રીતે - (1) શ્રી શાસન સંસ્થા, (2) શ્રી સંઘ, (3) ધર્મમાર્ગ, (4) પ્રભુના ઉપદેશ તથા આદેશ વગેરેમય ધર્મશાસ્ત્રો પણ પરંપરાગત રીતે ચાલ્યાં આવે છે. (5) તે ચારેયને લગતા સાધનો, ઉપકરણો, સ્મરણચિહ્નો, સ્મરણસ્થાનો, આરાધ્ય તીર્થો, ભૂત અને ભવિષ્યની અને વર્તમાન ચોવીશીઓની બાબતો, આરાધનામાં સહાયકો, પ્રતીકો, ભક્તિથી સમર્પિત ભેટો, વગેરેમય દ્રવ્ય અને ભાવરૂપ જેનશાસનની માલિકીની, અને શ્રી સંઘના સંચાલન નીચેની અનેકવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવરૂપ ધાર્મિક મિલકતો સદાકાળ અવશ્ય સંભવિત છે, જે વિશ્વમાં તથાયોગ્ય રીતે સર્વ ક્ષેત્રોમાં પથરાએલી હોય છે. ૩. એ મિલકતો વિષે શ્રી સંઘની જોખમદારીઓ
(1) તેની વિધિપૂર્વક શ્રી સંઘને પ્રાપ્તિ, (2) તેનો સંગ્રહ, (3) તેનું સર્વતોમુખી
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org