________________
ભાવાર્થ:- “જો મોક્ષ અથવા વિશ્વમાં સુવિસ્તૃત કીર્તિ મેળવવાની ઈચ્છા રાખતા હો તો શ્રી જિનેશ્વર પ્રભુએ બતાવેલા વિધિમાર્ગમાં આદર રાખો.” (૧૮)
વિધિમાર્ગનો અર્થ ઘણો વિશાળ થાય છે. ધર્મની આરાધના, આચારો. અનુષ્ઠાનો તેના માટેની વિધિ, જૈન-શાસનની વ્યવસ્થા માટેનાં વિધિ-વિધાન, બંધારણ તેના સંચાલન માટેની શ્રી સંઘ તરફનાં વિધિ-વિધાન, શિસ્ત બંધારણીયતા પાલનના નિયમો, દ્રવ્યાદિની વૃદ્ધિના વિધિ, તેના રક્ષણની વિધિ, વહીવટ અને સારસંભાળની વિધિ વગેરેનો પણ વિધિમાર્ગમાં સમાવેશ થાય છે અને વિધિમાર્ગ પણ જિનેશ્વરદેવોએ બતાવેલો હોવો જોઈએ. ગમે તેનાં બતાવેલાં વિધિ વિધાન વગેરે ન હોવાં જોઈએ. આ પણ મોટામાં મોટી શરત છે.
'विधिरागो-विधिकथनं विधिस्थानं विधीच्छूनाम् । अविधि निषेधश्च, प्रवचनभक्ति प्रसिद्धा नः ।
અધ્યાત્મસાર ભાવાર્થ - (1) વિધિ તરફ સદ્દભાવ (2) વિધિનો ઉપદેશ (3) વિધિની ઇચ્છા રાખનારાને વિધિ સમજાવવા અને (3) અવિધિનો,વિધિથી મિશ્રિત થઈ કર્તવ્ય થતું હોય તો તેનો નિષેધ કરવો-અવિધિની રુકાવટ કરવી એ જૈનશાસન તરફની આપણી સાચી ભક્તિ સાચવવાનો મુખ્ય-પ્રસિદ્ધ માર્ગ-ઉપાય છે. જીવનની દરેક બાબતોમાં આજ્ઞા પ્રમાણે વર્તવું) આ સાર છે. શ્રી તીર્થકરની આજ્ઞા પ્રમાણેના માર્ગથી જેટલા દૂર જવાય છે એટલું વ્યક્તિગત રીતે અને સામુદાયિક રીતે નુકસાન, પાપ-અહિત થાય જ છે, અને થતું જ હોય છે. આ ભાવાર્થ છે.
"વિધિ” શબ્દથી તીર્થંકર પ્રભુએ સ્થાપેલા તીર્થનાં-શાસન સંસ્થાનાં પણ વિધિવિધાન છે, એમ પણ સમજી લેવું જ જોઈએ. (તે પણ પ્રભુની આજ્ઞા અનુસાર હોય.)
શ્રી તીર્થંકર પ્રભુએ બતાવેલા જીવન સિદ્ધાંતો અને ધોરણોને, જુનવાણી, રૂઢિવાદી, વહેમો વગેરે કહીને તેને દૂર રાખી, આજે બીજી રીતે જ જીવન ધોરણો વગેરે અપનાવવાથી, ધાર્મિક, સામાજિક તથા રાજકીય તરફ મન દોરાયા વિના રહેવાનું જ નથી, પરિણામે મહાવિનાશનું શરણ અવશ્ય બની રહેતું હોય છે.
(૧૧) ધર્મ મંગળરૂપ ક્યારે ?
જૈનશાસન યોગ્યતા પ્રમાણે છે-વધતે અંશે સર્વના જ કલ્યાણનું કારણ છે. સર્વધર્મો, સર્વ માનવો, સર્વ પ્રાણીઓના કલ્યાણનું અવશ્ય કારણ છે. ધર્મ પોતે
विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् ।
अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ અધ્યાત્મસારના અધ્યાત્મસ્વરૂપાધિકારમાં આ શ્લોક આ મુજબ છે.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org