Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આ વિષયની ગંભીરતા અને મર્મો (૧) દેવદ્રવ્યોની વૃદ્ધિ વગેરે આજ્ઞાપૂર્વક એટલે કે વિધિપૂર્વક કરવાની ભલામણ આઠમી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં છે. એ પ્રમાણે બધાય ધાર્મિક દ્રવ્યો માટે સમજવાનું છે. ઉત્સર્ગ અને અપવાદરૂપ આજ્ઞા વિના ગમે તેટલી વૃદ્ધિ કરો, પરંતુ તે વૃદ્ધિ નહીં પણ પરિણામે હાનિ ગણાય છે. દ્રવ્યો કરતાં સર્વોત્કૃષ્ટ મહત્તા આજ્ઞાના પાલનની સમજવાની હોય છે. તે વિના હાનિ થાય જ. (૨) મહાસાત્ત્વિક ગુણો ધરાવનાર, નિલભી દેવાદિ દ્રવ્યોનો વધારો કરવાના ખાસ અધિકારી હોય છે. તે ૧૧મી ગાથામાં સરસ રીતે બતાવેલ છે. આધ્યાત્મિક ગુણોની પ્રબળતા દેવાદિ દ્રવ્યોની વૃદ્ધિ-રક્ષા-સારસંભાળ વગેરેમાં મુખ્ય કારણભૂત હોય છે. (૩) બારમી ગાથામાં - વૃદ્ધિ કરવાની જુદી જુદી રીતોના સંક્ષેપમાં નિર્દેશો કરવામાં આવેલા છે, કે જે સૂક્ષ્મતાથી સમજવા જેવા છે. (૪) વિનાશદ્વારમાં - રાગ, દ્વેષ, લોભ, દુરાગ્રહ, અજ્ઞાન, સંશય, ઉતાવળ, ભ્રમણા, ઉપેક્ષાબુદ્ધિ વગેરે ભાવ દોષોને વિનાશ કરવા-કરાવવામાં મૂળ કારણો તરીકે જણાવ્યા છે. ઉપરાંત, રક્ષણ કરવાની જાગૃતિ રાખવા માટેની આજ્ઞાપ્રધાન સાવચેતીઓ પણ - ૧૭મી વગેરે ગાથાઓમાં બતાવેલી છે. વિનાશના ૧૧૨ પ્રકારો બતાવીને તે વિષયને ખૂબ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવેલો છે, જેથી રક્ષા કરવાના પ્રકારો બરાબર સમજાય. (૫) ગુણદ્વારમાં - શ્રી તીર્થંકરપણું પામવાના તથા મોક્ષ પામવા સુધીના ફાયદા સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલા છે. (ગાથા-૨૩-૨૪-૨૫મી) વૃદ્ધિ વગેરે કરવાથી આત્માના રત્નત્રયી રૂપ આધ્યાત્મિક ગુણોના વિકાસરૂપ મુખ્ય મુખ્ય ફાયદાઓ બતાવ્યા છે. (૬) દેવાદિ દ્રવ્યોને હાનિ પહોંચાડવા વગેરેથી આ ભવમાં તથા ભવાંતરમાં કયાં કયાં નાનાં મોટાં તથા મહાપાપોનાં પરિણામો ભોગવવાં પડે છે? તેનું વિસ્તારથી વર્ણન પાંચમાં દોષ દ્વારામાં (ગાથા ૨૬ થી ૪૪ સુધી ખાસ મનનથી વાંચવા તથા સમજવા જેવું) છે. તેથી કયા કયા ભાવ દોષો પ્રાપ્ત થાય છે ? તથા બાહ્ય-દ્રવ્ય દોષો પણ બોધિનાશ, અનંતસંસાર, તથા દરિદ્રકુળમાં જન્મ વગેરે કયા કયા દોષો પ્રાપ્ત થાય ? તે ઠીક રીતે બતાવેલા છે. ધર્મની નિંદા કરવાથી પાપ-રૂપ દોષો પ્રાપ્ત થાય, તેનાંયે ભયંકર પરિણામો પ્રાપ્ત થાય એ વગેરે બતાવેલ છે. (૭) પ્રાયશ્ચિત્તદ્વાર - દોષો કરવાના ખાસ ઇરાદા વિના ભૂલ કે અજાણતાં થઈ ગયેલા દોષોના નિવારણ માટે ભાવપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તો કેવી - ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 326