________________
રીતે તેનું નિવારણ થાય છે ? અને તેથી શા શા આધ્યાત્મિક વિશિષ્ટ ફાયદા થાય છે ? તે ૫૭મી ગાથા સુધીમાં ઠીક રીતે બતાવેલ છે. પ્રાયશ્ચિત્ત કરવાના તથા આલોચના કરવાની વિધિ વિસ્તારથી સારી રીતે બતાવવામાં આવેલી છે, જે મનન કરવા જેવા છે. તે જૈનશાસનની વાતો કેટલી નિર્દોષ, આકર્ષક અને ચમત્કાર પમાડે તેવી હોય છે.
(૮) દૃષ્ટાંતદ્વારમાં - ઉપભોગ વગેરેથી દેવદ્રવ્યાદિકના આ ભવ તથા પરભવમાં ભોગવવા પડેલાં દુઃખો, કષ્ટો તથા સાથે સાથે આત્મામાં પ્રાપ્ત થતા ભાવદોષો પણ, કથાઓ દ્વારા બતાવવામાં આવેલા છે તથા દોષોના નિવારણથી પ્રાપ્ત થતા ગુણો પણ બતાવવામાં આવેલા છે. શ્રી સંકાશ શ્રાવકના દૈષ્ટાંતમાં દેવદ્રવ્યમાં ધન આપવા માટે ધન મેળવી, તેનાથી લાગેલાં ખાસ પાપ નિવારવા માટે દેવાદિ ક્ષેત્રોમાં ઉપયોગ કરવા ખુદ તીર્થંકર પ્રભુ ધન મેળવવાનો ઉપદેશ આપે છે, નહીં કે સાંસારિક સુખ મેળવવા માટે. કેમ કે કોઈક જીવોનો તે દોષ એ રીતે નિવારણ પામે તેમ હોવાથી એ ઉપદેશ જરૂરી છે. એ મુખ્ય દોષ ગયા પછી છેવટે ભાવદોષો જવાથી સંકાશ શ્રાવક મોક્ષ પામે છે.
એટલે દેવદ્રવ્યના ઉપભોગના દોષનો નાશ બીજા ગુણોની પ્રાપ્તિ માટેની ભૂમિકા બની રહે છે.
આ રીતે, આ દ્રવ્યો સાથે ભાવગુણો અને ભાવદોષોના સંબંધો બતાવી તેને લીધે થનારા ગુણો અને દોષો બતાવેલા છે, ને આ વિષયની શ્રી ગ્રંથકાર મહારાજશ્રીએ પૂર્વાચાર્યોનાં વચનો પૂર્વક સૂક્ષ્મ સૂક્ષ્મતમ હકીકતો પણ આ ગ્રંથમાં
જણાવી છે.
(૯) વિષયનું ગહનપણું - ધાર્મિક દ્રવ્યોની રક્ષા તથા હાનિ પહોંચાડવાના લાભ તથા હાનિઓનું શાસ્ત્રીય નિરૂપણ કેટલું બધું ઊંડાણ ધરાવે છે ?- તેનો ખ્યાલ આથી આવી શકે તેમ છે.
આ ધાર્મિક દ્રવ્યોરૂપ જૈન ધર્મનો પાંચમો સ્તંભ પણ કેટલો મહત્ત્વનો છે ? તથા જૈન-શાસન, શ્રી સંઘ, જૈનશાસ્ત્રો, જૈનધર્મ વગેરે સાથે કેવો કેવો મહત્ત્વનો સંબંધ ધરાવે છે ? તેનો પણ પદ્ધતિસરનો સારો ખ્યાલ આવી શકે તેમ છે.
તથા સૂક્ષ્મ નિરૂપણ કરવાના ગ્રંથકારશ્રીના પ્રયાસનો પણ ખ્યાલ આવશે કે જે પૂર્વાચાર્યોનાં નિરૂપણોના સંદર્ભના અનુસંધાન સાથે કરવામાં આવેલો છે. પોતાની મતિકલ્પનાથી કાંઈ પણ ન કહેવાની કેટલી બધી કાળજી રાખી છે, એ સ્પષ્ટ રીતે જણાઈ આવશે. પ્રાચીન ગ્રંથકારો કેટલા બધા સાવચેત અને રચનાકુશળ હતા ? તેનો પણ ખ્યાલ આવશે.
(૧૦) વિધિ માર્ગો
Jain Education International
जइ इच्छह णिव्वाणं, अहवा लोएसुं विउलं कित्तिं । ता जिणवर णिद्दि, विहिमग्गे आयरं कुणह ॥६८॥
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org