Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પ્રથમ આવૃત્તિનું સંપાદકીય જિનશાસનની વ્યવસ્થા-પદ્ધતિ આદર્શ છે, ગમે તેટલા કાળના ઝપાટા આવે તો પણ શ્રી તીર્થંકર ભગવંતોએ સ્થાપેલ વ્યવસ્થા-તંત્ર અતૂટ છે. કેમ કે રાગભાવના પાયા પર મંડાયેલ સંસારની જડ ઢીલી કરનારા વીતરાગ ભાવને મુખ્ય રાખીને જિનશાસનની સઘળી વ્યવસ્થા ગોઠવાયેલ છે. આવી આદર્શ વ્યવસ્થાની માહિતી પૂરો પાડતો આ ગ્રંથ સુવ્યવસ્થિતપણે પુનર્મુદ્રિત બની શ્રી સંઘ સમક્ષ ઉપસ્થિત કરાય છે. આ ગ્રંથના સંપાદનમાં મહેસાણાની અવસૂરિવાળી પ્રત તથા છાણી અને સુરતના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતોની ઘણો સહયોગ મળ્યો છે. વર્તમાન કાળે બુદ્ધિવાદનો દુરૂપયોગ કરવાનાં અનેક સાધનો વધી રહ્યાં છે. જિનશાસનની અંતરંગ વ્યવસ્થામાં પણ બુદ્ધિવાદની વિકૃતિથી નાણાકીય વહીવટને વ્યાવહારિક કાર્ય માની શાસ્ત્રનિરપેક્ષતા આજના વહીવટદારોમાં કાળબળે પાંગરતી જાય છે. તેને અટકાવવા આવા ગ્રંથોનું વાંચન, મનન, પરિશીલન જરૂરી છે. આ દૃષ્ટિકોણથી પ્રસ્તુત ગ્રંથરત્નનું સંપાદન કર્યું છે. શક્ય પ્રયત્ને આમાં શુદ્ધિ પરત્વે પૂરતું ધ્યાન આપ્યું છે છતાંય છદ્મસ્થતાના કારણે કે દૃષ્ટિદોષ આદિથી રહી ગયેલી ભૂલો માટે મિથ્યાદુષ્કૃત માંગવાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના પઠન-પાઠનાદિથી પુણ્યાત્માઓ જિનશાસનની આદર્શ વ્યવસ્થા-પદ્ધતિનો મર્મ સમજે, એ મંગલ કામના. ૨૦૪૨ જે૦ સુદ ૧૫ લિ. સંપાદક શ્રી દ્રવ્ય સપ્તતિકા અવસૂરિ (ગુજરાતી ભાષાપર્યાય) અવસૂરિના રચનારશ્રીનું નામ જાણવામાં આવેલું નથી. ( ) માં અવચૂરી સંશોધકનું ટિપ્પણ હોય છે. માં સંપાદકનું ટિપ્પણ હોય છે. ૪થી ગાથા સુધી અને ક્યાંક ક્યાંક પછી પણ પૃષ્ઠ, પંક્તિ અને પ્રતીકો લીધેલાં છે. સિવાય આંકડાથી અવચૂરી આપેલી છે. પ્રતોમાં બરાબર ન હોવાથી ક્યાંક ક્યાંક સ્થળોની સંગતિ બરાબર મેળવી શકાઈ નથી. મહેસાણા, છાણી, આનંદ ચિત્કોષ, મે૦ છા૦ આ૦ ટૂંકી સંજ્ઞાની પ્રતોમાંથી અવસૂરિનો સંગ્રહ કરેલો છે. ડહેલાના ઉપાશ્રયની આખી અવસૂરિ લીધી નથી, પરંતુ ક્યાંક ક્યાંક તેમાંથી આપેલ છે. Jain Education International ८ For Private & Personal Use Only - સંપાદક - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 326