Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ સંપાદકશ્રીએ છાણી, સુરત આદિ જ્ઞાનભંડારોની હ૦ લિ૦ પ્રતિ મેળવી યથાશક્ય સંશોધનમાં ખૂબ જ પ્રયત્ન ઉઠાવ્યો છે. છેવટે ખૂબ જ શ્રમ ઉઠાવીને આ ગ્રંથનો અવચૂરિ સાથે નવેસરથી સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી આપ્યો. આ રીતે આ ગ્રંથને વધુ ઉપયોગી બનાવવા સંપાદકશ્રીએ અવર્ણનીય શ્રમ ઉઠાવ્યો છે તે બદલ અમે તેમના ઋણી છીએ. આ ગ્રંથના સંશોધનનું કાર્ય બનતી કાળજીથી કરવામાં આવ્યું છતાં દૃષ્ટિદોષ આદિથી રહી ગયેલ ભૂલોનું પરિમાર્જન તથા બીજી પણ ગ્રંથને વ્યવસ્થિત પ્રકાશિત કરવાની અનેક જવાબદારીઓને પૂ૦ ઉપાશ્રી મ0ના નિર્દેશાનુસાર પૂ૦ ઉપાઠ ભગવંતના શિષ્ય મુનિ અભયસાગર ગણી શિષ્ય સેવાભાવી મુનિ શ્રી નિરૂપમસાગરજીએ સહર્ષ ઉઠાવી છે તે બદલ અમે તેઓની ભાવભરી વંદનાપૂર્વક અનુમોદના કરીએ છીએ. પૂરો ખર્ચ આ પ્રકાશનમાં મળેલ છતાં કિંમત કેમ ? એ પ્રશ્ન અસ્થાને નથી. પણ તેનો ખુલાસો એ છે કે જ્ઞાનખાતામાંથી આ ગ્રંથ છપાયો છે, તો સાધુ-સાધ્વીજીને જ આ ગ્રંથ કામ આવી શકે. ગૃહસ્થીઓએ તો નકરો-કિંમત આપ્યા વિના દેવદ્રવ્યની કે જ્ઞાનદ્રવ્યની ચીજ વાપરી શકાય નહીં તેથી પડતર ખર્ચની કિંમત રાખી છે, તે રકમ જ્ઞાન ખાતે જમા થશે, જેમાંથી બીજા ગ્રંથોનું પ્રકાશન થઈ શકશે. છેવટે છઘસ્થતાના કારણે કે દૃષ્ટિદોષથી રહી ગયેલી ભૂલો માટે ક્ષમાયાચના સાથે ચતુર્વિધ શ્રી સંઘને નમ્ર વિનંતિ છે કે આ ગ્રંથનો સદુપયોગ વધુ પ્રમાણમાં કરે-કરાવે અને સંપાદકના અને અમારા પ્રયાસને સમૃદ્ધ બનાવે. લિ. વીર નિ. સં. ૨૪૯૪ વિ. સં. ૨૦૨૫ જેઠ સુદ ૨ પીપલી બજાર ઈન્દોર (સીટી) નં. ૨ (મ. પ્ર.) પ્રકાશક શ્રી જૈન છે. સંઘકી પેઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org -

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 326