Book Title: Dravya Saptatika Author(s): Lavanyasuri Publisher: Sanmarg Prakashan View full book textPage 6
________________ અનુવાદ પણ તેની સામેના ગુજરાતી અનુવાદના પેજની ટીપ્પણીમાં મૂક્યો છે. પેજ નંબરો સળંગ ન આપતાં સંસ્કૃત-ગુજરાતી અનુવાદના એક સરખા જ નંબરો આપ્યા છે. જેથી અનુક્રમે ઉપરથી મૂળ અને અનુવાદ શોધવા સરળ થઈ પડે. ગ્રંથના મૂળ શ્લોકો તથા ટીકાના પાઠોના જેટલા મૂળસ્થળો શોધી શકાયાં તે શોધીને તેનો ત્યાં () કસમાં નિર્દેશ પણ કર્યો છે. જુના અનુવાદમાં પં.શ્રી પ્રભુદાસભાઈએ જ્યાં ટીપ્પણીમાં વિશેષ વિવેચન કર્યું હતું તેને પાછળ આઠમા પરિશિષ્ટમાં મૂક્યાં છે અને તેની સૂચના તે તે પેજ ઉપરની ટીપ્પણીમાં તથા પરિશિષ્ટમાં આપી છે. વાચકને વાચનમાં સરળતા રહે તે માટે ગોઠવણમાં જરૂરી ફેરફાર કરવા સિવાય લખાણમાં બીજો કોઈ ફેરફાર કર્યો નથી. ભાષા વગેરે દૃષ્ટિએ સરળતાથી સમજાય તે માટે કેટલાક ફેરફારો કરવા જરૂરી જણાયા હોવા છતાં પણ આ આવૃત્તિમાં તો તેમ કરવાનું ટાળ્યું જ છે. આમ છતાં એટલું તો ચોક્કસ લાગે છે કે, હજુ આ અનુવાદને વધુ સરળ બનાવી, તેના પરિશિષ્ટોમાં પ્રત્યેક ક્ષેત્રના આવકાવકના માર્ગોનો વિગતવાર ચાર્ટ રજૂ કરાય તો વિશેષ લાભદાયક બને. સૌ કોઈ સકલ સંઘમાન્ય ગ્રંથરત્નનો સહારો લઈ શ્રી જિનાજ્ઞાનુસાર ધર્મદ્રવ્ય વ્યવસ્થા અને ધાર્મિકક્ષેત્રોનો વહીવટ કરી યાવતુ તીર્થંકર નામ કર્મના બંધના ભાગી બને અને સ્વ-પરનો આ દુરંત ભવસાગરથી નિસ્તાર કરનાર બને એ જ એક શુભેચ્છા ! વિ.સં.૨૦૫ર માગસર વદ ૨ શનિવાર તા ૯-૧૨-૧૯૯૬ શ્રી શંખેશ્વર મહાતીર્થ વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજનો વિનય મુનિ કીર્તિયશ વિજય ગણી. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 326