Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળાના અન્વયે પાંચમાં ગ્રંથ તરીકે “વ્યસપ્તતિકા' ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. પૂજ્યપાદ સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના આઠ દાયકાના સુદીર્ઘ સંયમકાળમાં જૈનશાસનના અનેકવિધ સિદ્ધાંતોની-માર્ગની રક્ષા કરી છે તેમ દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યની, શાસ્ત્રીય સિદ્ધાંતોની રક્ષા કરીને શ્રી જિનાજ્ઞાનું આરાધન કરવા ઝંખતા શ્રીસંઘ ઉપર અગણિત ઉપકારો કર્યા છે. તેઓશ્રીની આ ઉપકાર શ્રેણીના ઋણભારથી શ્રીસંઘ સદાય તેઓશ્રી પ્રત્યે નતમસ્તક રહ્યો છે અને રહેશે. - ધર્મદ્રવ્ય વ્યવસ્થાથી માંડીને કોઈપણ વિષયમાં જ્યારે પણ માર્ગદર્શન કે અભિપ્રાય આપવાનો પ્રસંગે ઉપસ્થિત થતો, ત્યારે સદાય તેઓશ્રી “સાધવ: શાસ્ત્રચક્ષુષ ' વચનને અનુસરીને શાસ્ત્રાધારે ચતુર્વિધ શ્રીસંઘને માર્ગદર્શન આપતા અને ચતુર્વિધ શ્રીસંઘે પ્રત્યેક વિષયમાં ધર્મશાસ્ત્રોને અનુસરીને જ વર્તવું જોઈએ તેમ પણ જણાવતા. આથી જ સાતક્ષેત્ર વગેરે ધર્મદ્રવ્ય વ્યવસ્થા | ધાર્મિક વહીવટ કરવાને ઝંખતા શ્રીસંઘના વહીવટદારો, કાર્યકરો અને તેમને માર્ગદર્શન આપનાર પૂજ્ય ગુરુ ભગવંતોને ઉપકારક બને તેવા દ્રવ્યસપ્તતિકા ગ્રંથરત્નનું પ્રકાશન કરતાં અમો અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. આજ્ઞા પ્રત્યેનો અપાર આદર પેદા કરીને ઉન્માર્ગે જતાં અટકાવી સન્માર્ગમાં સ્થાપિત કરનાર પૂજ્યપાદ સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો. છે. હૃદયના આશિષ આપી અમારી કાર્યનિષ્ઠાને પ્રવર્ધમાન બનાવનાર તપસ્વી સમ્રાટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.સા; સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મ.સા. તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજનો... - ‘દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથનું સંપાદન કરી આપવા બદલ પ્રવચન પ્રભાવક પૂજ્ય ગણિવર્યશ્રી કીર્તિયશવિજયજી મહારાજનો.... ક દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથનું ઝીણવટભર્યું પ્રફવાંચન કરી આપવા બદલ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞાવર્તી વિદુષી સાધ્વીરત્ના શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ.સા.શ્રી પ્રશમિતાશ્રીજી મહારાજનો તથા પૂ.સા.શ્રી ચન્દનબાલાશ્રીજી મહારાજનો... ઋણભાર અમો અમારા મસ્તકે ચડાવીએ છીએ એ સૌ પૂજ્યોનાં ચરણોમાં અમારી શતશઃ વિંદનાવલી. પ્રસ્તુત ગ્રંથરત્નના અભ્યાસ દ્વારા એમાં દર્શાવેલ સર્વજ્ઞ શાસનની મર્યાદાનુસાર ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરી સૌ કોઈ સર્વજ્ઞશાસનની શ્રેષ્ઠતમ આરાધના-પ્રભાવના-રક્ષા કરનાર બને એજ એક અભ્યર્થના. પ્રસ્તુત ગ્રંથની શ્રીસંઘના વહીવટદારોને ભેટ મોકલવાની નકલો નોંધાવી અમારા ઉત્સાહની અભિવૃદ્ધિ કરતા પુણ્યવાનોની પણ આ તકે અનુમોદના કર્યા વિના રહી શકતા નથી. વિ. સં. ૨૦૫૨ માગસર વદ ૧૦ – સન્માર્ગ પ્રકાશન (પોષદશમી) રવિવાર તા. ૧૩-૧૨-૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 326