Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય વિશ્વકલ્યાણકાર શ્રી જૈનશાસન સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત હોઈ, તેમાં દર્શાવેલ આરાધનામાર્ગનાં તમામ પાસાં સુગ્રથિત, સુવ્યવસ્થિત, સમુચિત અને સુંદર છે. જૈન શાસનના ધર્મગ્રંથોમાં જૈન ધર્મની આરાધના કરનાર માટે તેમાં જરૂરી પ્રત્યેક વિષયનું માર્ગદર્શન પુરતું આપવામાં આવ્યું હોવાથી તેના આરાધકે અન્ય કોઈના સહારાની કે સ્વ-કલ્પનાનો આશ્રય લેવાની જરૂર રહેતી નથી. જૈનધર્મની આરાધનામાં ઉપયોગી એવા સાતક્ષેત્રો, જીવદયા, અનુકંપાદિ અને તે સંબંધી દ્રવ્યને લગતી તમામ વ્યવસ્થાનું જ્ઞાન પણ ઝીણવટભરી વિગતોપૂર્વક જૈનધર્મના ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. વર્તમાન સંયોગોમાં ધર્મક્ષેત્રોનો વહીવટ કરવાની કે વહીવટ કરનારને માર્ગદર્શન આપવાની જવાબદારી જેમના શિરે છે, તે સૌને સમુચિત માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહે તે માટે જગદ્ગુરુ પૂજ્ય આ. શ્રી વિજય હરસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર પરંપરામાં થયેલા વાચકવર શ્રી લાવણ્યવિજયજી ગણિવરે વિ.સં. ૧૭૪૪ની સાલમાં અનેક ધર્મગ્રંથોના આધારે સ્વોપજ્ઞ વૃત્તિસહ દ્રવ્યસપ્તતિકા' નામના ગ્રંથની રચના કરી. જે ગ્રંથ ધાર્મિક વહીવટ કરનાર, કરાવનાર સૌને માટે અત્યંત આદરણીય અને ઉપકારક બન્યો. વર્તમાન શ્રીસંઘમાં સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપા વગેરે સંબંધી ધર્મદ્રવ્યની વ્યવસ્થા કે ધાર્મિક વહીવટને લગતું કોઈપણ કાર્ય ઉપસ્થિત થાય ત્યારે દ્રવ્યસપ્તતિકા' ગ્રંથના આધારે નિર્ણય કરવાની અને તેને અંતિમ માનવાની સમુચિત પ્રણાલીનું સદાય સાદર અનુસરણ થતું રહ્યું છે. ધર્મક્ષેત્ર, ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરનાર વ્યવસ્થાપકો મોટેભાગે કાળદોષના કારણે સંસ્કૃતપ્રાકૃત ભાષાના જ્ઞાનથી વંચિત રહ્યા હોઈ તેઓ પણ પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ વ્યવસ્થા વિધિથી માહિતગાર બની શકે તે માટે આજ સુધીમાં તેના અનેકવિધ ગુજરાતી અનુવાદોનાં પ્રકાશનો પણ થયાં છે. છેલ્લે છેલ્લે શ્રાદ્ધવર્ય પંડિતશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે કરેલો અનુવાદ તથા તેમના હાથે સંપાદિત થઈને પ્રકાશિત થયેલું પુસ્તક વિશેષ ઉપયોગી બનતું રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી તેની નકલો પણ લગભગ અપ્રાપ્ય બનતાં તેનું પુનઃ પ્રકાશન કરવાની અગ્રણી શ્રાવકોની વાતને લક્ષ્યમાં લઈને તે અનુવાદ સાથેના પુસ્તકનું પુન-સંપાદન કર્યું છે. જુના-નવા સંપાદન વચ્ચેનો તફાવત : પ્રથમ આવૃત્તિના અનુવાદમાં અમે કશો ફેરફાર કર્યો નથી. પરંતુ પ્રથમ આવૃત્તિમાં સટીક મૂળ ગ્રંથ અને ગુજરાતી અનુવાદ આગળ પાછળ હતા. ટીપ્પણીઓ પાછળ અલગ અલગ સ્થળે હતી. પાઠાંતરો તથા ટીપ્પણીઓના નંબરો ઘણી જગ્યાએ આપ્યા ન હતા. ઘણે સ્થળે એક જ પેજમાં આવતા અનેક પાઠાંતરો, ટીપ્પણીઓને એક જ સરખી નિશાનીથી દર્શાવાયા હતા; જેને કારણે કઈ ટીપ્પણી, પટાટીપ્પણી પાઠાંતરનો સંબંધ મૂળ ગ્રંથના કયા શબ્દ, પદ સાથે છે, તે નક્કી કરતાં ગૂંચવણ થતી હતી, તેવું ન થાય અને વાચક સહેલાઈથી બધું મેળવી શકે, તે માટે આ બીજી આવૃત્તિમાં સંસ્કૃતની સામે જ ગુજરાતી અનુવાદ ગોઠવ્યો છે. દરેક ટીપ્પણીઓ જે જે શબ્દો-પદો સાથે સંબંધ ધરાવતી હોય તેને તથા પેટા ટીપ્પણીઓ અને પાઠાંતરોને તે જ પેજમાં જુદા જુદા નંબરો દર્શાવવાપૂર્વક ગોઠવેલ છે અને તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 326