Book Title: Dravya Saptatika
Author(s): Lavanyasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ પ્રથમ આવૃત્તિના પ્રકાશક તરફથી .... દેવગુરુકૃપાએ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે સુરક્ષા કરવાની માહિતી આપનાર “શ્રી દ્રવ્યસપ્તતિકાગ્રંથ” વિશિષ્ટ પદ્ધતિથી સંપાદન કરેલ અને સરળ ગુજરાતી અનુવાદ સાથે પ્રસ્તુત કરતાં ખૂબ જ આનંદ થાય છે. જિનશાસનની આરાધના દ્વારા વીતરાગભાવની કેળવણી દરેક ધર્મનાં અનુષ્ઠાનોમાં ગૂંથાયેલી હોય છે, વિશેષ કરીને અર્થ-કામની દુનિયામાં રહેનારા ગૃહસ્થોને વીતરાગભાવ તરફ વધારવા માટે “કાંટો કાંટાને કાઢે”ની જેમ ધર્મસ્થાનોના નાણામંત્રની સફળ વ્યવસ્થા કરવાની આદર્શ પદ્ધતિ વિચારક પુણ્યાત્માઓ માટે આદરણીય બતાવી છે. આ પદ્ધતિનું સફળ રેખાચિત્ર આ ગ્રંથમાં માર્મિક રીતે છે. ધર્મસ્થાનોના વહીવટદારો માટે આ ગ્રંથ માર્ગદર્શક-ભોમિયારૂપ છે. જો કે આ ગ્રંથમાં જણાવાયેલી કેટલીક વિગતો આગમિક અને ગહન છે. ગુરુગમની જરૂર તો પડવાની જ, છતાં એકંદર આ ગ્રંથ ધર્મદ્રવ્યના સાનુબંધ સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપનાર છે. આ ગ્રંથ સંસ્કૃતમાં પ્રતાકારે પ્રથમ પ્રસિદ્ધ થયેલ છે તેમ જ ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે. પણ, આજના વિસંવાદી વાતાવરણમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે તેવું તે ગ્રંથનું સંપાદનકાર્ય-મુદ્રણ-કાર્ય ન હોઈ પૂ. આગમસમ્રા, ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર વાત્સલ્ય સિંધ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી માણિકયસાગસૂરિ સામ્રાજ્ય પૂ. આગમોદ્ધારક શ્રીના પરમ વિનય શાસનપ્રભાવક આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર શિષ્યરત્ન પૂ. શાસન સુભટ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ.ની હાડોહાડ શાસનરક્ષાની ભાવના અને તમન્નાભરી પ્રેરણાથી વિવિધ શાસનરક્ષાનાં કાર્યો કરનારી શ્રી જૈન સંસ્કૃતિરક્ષક સભા ચાણસ્મા હસ્તે, બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટની સુપ્રિમ હાઈકોર્ટ દિલ્હીમાં અપીલ વખતે આ ગ્રંથે ખૂબ જ મહત્ત્વનો સહયોગ આપેલ. તે પ્રસંગે પૂ૦ ઉપાધ્યાય ભગવંતને આ ગ્રંથ વ્યવસ્થિત રીતે છપાવીને ધર્મસ્થાનોના વહીવટદારોને સુયોગ્ય જાણકારી પ્રાપ્ત થાય તેવી ભાવના થયેલી તે મુજબ પૂ. ઉપાધ્યાય મહારાજશ્રીની પ્રેરણાથી ઘણાં કામોમાં ગુંથાએલા અને નાદુરસ્ત તબિયત છતાં તાત્ત્વિકવિચારક વિદ્વદ્રરત્ન સાક્ષરશિરોમણિ પં.પ્રભુદાસભાઈએ સંપાદનનો ભાર સ્વીકાર્યો. આ ગ્રંથ ઉપરની પ્રાચીન હO લિ૦ અવચૂરિવાળી પ્રત મહેસાણા યશોવિ. જૈન પાઠશાળાના જ્ઞાનભંડારમાંથી મળી આવતાં ખૂબ જ અનુકૂળતા રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 326