Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૮
છતાં “ કાન્ટ વિગેરે ફિલસુફેએ તત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ નાંખી જ છે, એમ કહેવું જ પડશે. અને બીજા પણ અનેક આધુનિક વિદ્વાને એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે.
- પ્રાચીન કાળના દર્શને અને ધર્મ તરફ જોઈશું, તે તે પણ બધા વૈજ્ઞાનિક ધર્મો જણાશે. આગળની ભૂમિકા ઉપર કઈ ચડેલા જણાતા નથી. એટલું ખરું છે કે કેટલાક ધર્મો સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે. ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલા માલુમ પડશે.
દાખલા તરીક–વેદાંત, “જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે–જગત માત્ર બ્રહ્મમયજ છે,” એમ કહીને જગતના એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વૈશેષિક દર્શન વિગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસ્ત્રનું વિજ્ઞાન સમજાવે છે. ત્યારે મીમાંસકે શબ્દપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ પુરૂષમાં જગને વહેચે છે. અને ગદર્શન ગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને વૈરાગ્ય ભાવનાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વેદાન્ત માત્ર જગત નિત્ય જ છે, એમ કહીને નિત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે ચાર્વાક સાંસારિક જીવનનું વિજ્ઞાન પૂરું પાડે છે. ચંદ્ર અવેસ્તા મન વચન કાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુઃખભંજન પરોપકારની નીતિનું માત્ર જ્ઞાન આપે છે. કુરાનેશરીફ શ્રદ્ધા અને મક્કમતા દૃઢ કરે છે.
ચાણક્યનું અર્થશાસ્ત્ર, ચરકનું આરોગ્યશાસ્ત્ર, પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર; મમ્મટનું કાવ્યપ્રકાશ, ભારતનું નાટયશાસ્ત્ર વિશ્વકર્માને. શિલ્પશાસ્ત્ર, એ વિગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાનો જ છે, એ તે સ્પષ્ટ જ દેખાય છે. એક વિજ્ઞાનને બીજા વિજ્ઞાનનો કેટલોક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો થોડે ઘણે સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનના પેટા વિજ્ઞાન ઘણાં હોય છે. અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીજા કેઈ મેટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હેય છે.
પરંતુ જગતમાં કઈ પણ એ ધર્મએવું દર્શન, કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org